Skip to main content
Settings Settings for Dark

કોરોના વધતા દેશના સ્વાથ્ય મંત્રાલય દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ

Live TV

X
  • કોરોનાના વધતા કહેરને લઇને દેશના સ્વાથ્ય મંત્રાલય દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ICMR પ્રમુખ બલરામ ભાર્ગવે જણાવ્યું કે વર્તમાન સમયે દુનિયામાં કોરોનાની ચોથી લહેર ચાલી રહી છે. જયારે ભારતમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. દુનિયાભરમાં હાલ કોરોનાના દૈનિક 29 લાખ કેસ આવી રહ્યા છે. તો, છેલ્લા 4 અઠવાડિયાથી આફ્રિકામાં કોરોનાનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે. ઉપરાંત, યુરોપમાં પણ કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ, હાલ યુરોપમાં જ સૌથી વધારે કેસ છે. જયારે એશિયામાં કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં સમય સાથે ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતમાં અત્યારે 19 લાખ સક્રિય કેસ છે. હાલ દેશમાં દૈનિક 2 લાખ 71 હજાર કેસ આવી રહ્યા છે. તો દેશમાં પોઝીટીવીટી દર 16 ટકાએ પહોચ્યો છે.

    મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને કેરલમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. દેશના 11 રાજ્યોમાં 50 હજારથી વધુ દૈનિક કેસ નોંધાય રહ્યા છે. જયારે 13 રાજ્યોમાં 10 હજાર થી 50 હજાર સુધી કોરોના સંક્રમણના કેસો આવી રહ્યા છે અને 12 રાજ્યોમાં 10 હજારથી ઓછા કેસ આવે છે. દેશના 515 જિલ્લાઓમાં પોઝીટીવીટી દર 5 ટકાથી વધુ છે. ત્રીજી લહેરમાં સક્રિય કેસમાં મૃત્યુની સંખ્યા પણ ઓછી છે. દિલ્હીમાં પણ ઓછી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ભરતી થઇ રહ્યા છે. રસીકરણની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર દરમિયાન દેશભરમાં 72 ટકા રસીકરણ થયું છે. દેશભરમાં 52 ટકા કિશોરોએ લીધો કોરોના વિરોધી રસીનો ડોઝ લીધો છે. દેશભરમાં અત્યાર સુધી કુલ 160 કરોડથી વધુ કોરોના વિરોધી રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply