Skip to main content
Settings Settings for Dark

તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદને કારણે શાળા બંધ, અનેક પરીક્ષાઓ મુલતવી

Live TV

X
  • ઈશાન ચોમાસાને કારણે છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને પુડ્ડુચેરીના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. આનાથી બંને રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. આજે ભારે વરસાદની સંભાવનાને કારણે પુડુચેરી અને તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં શાળાઓને રજા આપવામાં આવી છે.

    તમિલનાડુ અને પોંડેચેરીમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે પ્રશાસને તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા આદેશ આપ્યો છે. તમિલનાડુના રેલવે સ્ટેશનોમાં પાણી ભરાયું છે. જેથી રેલ ગાડીઓને રોકવી પડી છે. પર્યટકો અને માછીમારોને સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને જોતાં તમિલનાડુના છ જિલ્લામાં એલર્ટ કર્યા છે. લોકોની મદદ માટે વહીવટીતંત્રએ હેલ્પલાઇન નંબર 1070 અને 1077 જાહેર કર્યા છે..તમિલનાડુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન આરબી ઉદય કુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ કુદલોર જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 800 લોકોને સ્થળાંતર કરાયા છે. બચાવ ટીમો ચેન્નાઈ, કન્યાકુમારી, નીલગિરિ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ડિંડીગુલ જિલ્લામાં બચાવ કામગીરીમાં લાગી છે.ઈશાન ચોમાસાને કારણે છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને પુડ્ડુચેરીના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. આનાથી બંને રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply