Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં ધૂમધામથી થઈ દશેરાની ઉજવણી

Live TV

X
 • રાષ્ટ્રપતિએ દિલ્લીના ઈન્દ્રપ્રસ્થ એક્સટેન્શનમાં આયોજીત રાવણ દહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો

  દેશભરમાં દશેરાનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ દિલ્લીના ઈન્દ્રપ્રસ્થ એક્સટેન્શનમાં આયોજીત રાવણ દહન કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો ઉપરાષ્ટ્રપતિએ દિલ્હીના સુભાષ મેદાનમાં તીર ચલાવીને અસત્યના રાવણનો નાશ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂએ દિલ્હીના સુભાષ મેદાનમાં રાવણનો નાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માટે આવા પર્વ મદદગાર સાબિત થાય છે.

  વિજયાદશમી પર ગોરખનાથ મંદિરમાંથી નીકળતી ગોરક્ષપીઠાધીશ્વરની પરંપરાગત વિજય શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરક્ષપીઠાધીશ્વર આ શોભાયાત્રામાં હાજર રહ્યાં હતાં. સીએમ યોગીને ગોરક્ષપીઠાધીશ્વર તરીકે જોવા માટે રસ્તાની બન્ને બાજુ શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ હતી. લોકોએ પુષ્પવર્ષા કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું.

  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનાના ગાંધી મેદાનમાં આયોજિત દશેરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે રાંચીના દશેરા ઉત્સવમાં ભાગ લીધો હતો.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 20-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-10-2019 Max Temp : °C Min Temp : °C
  • 25-10-2019 Max Temp : °C Min Temp : °C
apply