Skip to main content
Settings Settings for Dark

પંજાબ ફિરોજપુરમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂકની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે હાથ ધરાઇ

Live TV

X
  • પંજાબ ફિરોઝપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા ક્ષતિના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા લેતા એક તપાસ કમિટી બનાવી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરશે. આ કમિટીમાં ચંડીગઢના DG, હાઈકોર્ટના જનરલ રજિસ્ટ્રાર, NIA તથા પંજાબ પોલીસના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો પંજાબ અને કેન્દ્ર સરકારે બનાવેલી કમિટી કોઈ કાર્યવાહી નહીં કરે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટ એક વિસ્તૃત આદેશ પણ પારિત કરશે. આપને જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે સુપ્રીમ કોર્ટને આ ઘટનાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી જેથી ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે, આ ઘટના એક ગંભીર ભૂલ છે. ભવિષ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply