Skip to main content
Settings Settings for Dark

પુલવામા હુમલાની વરસીઃ લેથપુરા કેમ્પમાં યુદ્ધ સ્માર્કનું કરાયું ઉદ્દઘાટન

Live TV

X
  • ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામાં હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોની શહાદતને આજે દેશ યાદ કરી રહ્યો છે. આજે તે શહીદ જવાનોની પહેલી વરસી છે. આ શહીદોની સ્મૃતિમાં , કાશ્મીરના લેથપુરા ખાતે બનેલા સ્મારકનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

    CRPFના અધિકારીઓ અને જવાનોએ , શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. લેથપુરા છાવણી ખાતે ઉભા થયેલા સ્મારકમાં શહીદ જવાનોની તસ્વીરો પણ જોવા મળશે. જૈશ-એ- મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ દારે વિસ્ફોટકોથી ભરેલી કાર સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી હતી. તે સ્થાન નજીકની છાવણીમાં જ આ સ્મારક ઉભું થયું છે. 

    આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના શહીદોને અંજલિ આપતા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે દેશ તેમના બલિદાનને કદી નહીં ભૂલી શકે. ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું , કે શહીદ બહાદુરો અને તેમના પરિવારોનું ભારત હંમેશા આભારી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ શહીદોને નમન કરતા , શ્રદ્ધાંજલિ આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply