Skip to main content
Settings Settings for Dark

પૂર્વોત્તરનો વિકાસ જ ન્યૂ ઈન્ડિયાના સપનાને કરશે સાકારઃ PM મોદી 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લઈને રાજ્યને વિકાસના નવા પથ પર આગળ વધારવા રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે હાથ ધરાનારી  અનેક યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. 

    આઈ.જી. પાર્ક આયોજિત સમારંભમાં તેમણે ઈટાનગરમાં  ગ્રીન ફીલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. સિલા સુરંગની આધાર શિલા પણ મૂકી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એકસો દસ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પારે જળ વિદ્યુત મથક પણ દેશને સમર્પિત કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ સમગ્ર અરૂણાચલમાં , 50 જેટલા આરોગ્ય કેન્દ્રોનું ઉદઘાટન કર્યું હતું. વિશેષ વાત એ છે , કે આજના દિવસે જ , અરૂણાચલને તેની પોતાની અરૂણ પ્રભા ચેનલની , ભેટ મળી છે. ઈટાનગર ખાતે મુખ્યાલય ધરાવતી દૂરદર્શનની આ 24મી ચેનલ અરૂણાચલની સભ્યતા અને સંસ્કૃતિને સમર્પિત છે. 

    આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાનની આધાર શિલા મૂકી હતી. જન મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું , કે ઉગતા સૂરજની ભૂમિ પર આવવું , તેમને ગમે છે. પૂર્વોત્તરનો વિકાસ જ ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરશે , એમ કહેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, કે રાજ્યના વિકાસ માટે 13 હજાર કરોડની વિવિધ યોજનાનો ઝડપથી અમલ થઈ રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply