પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓ માટે મોકલ્યા શણના પગરખાં
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે શણનાં પગરખાં મોકલ્યા છે. કર્મચારીઓમાં પુજારીઓ, સેવકો, સુરક્ષા ગાર્ડ, સફાઈ કર્મીઓ ઉપરાંત અન્યોનો સમાવેશ થાય છે. કાશી વિશ્વનાથ ધામમાં ફરજ બજાવતા લોકોએ ઠંડીમાં ખુલ્લા પગે ન રહેવું પડે તે હેતુથી પ્રધાનમંત્રીએ તરત જ 100 જોડી શણનાં ચંપલ મંગાવ્યા અને કાશી વિશ્વનાથ ધામમાં મોકલવા રવાના કર્યા. ઉલ્લેખનીય છે કે, કાશી વિશ્વનાથ મંદિરમાં ચામડાં કે રબરથી બનેલા જૂતા પહેરવાની મનાઈ છે.
