Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર-પ્રદેશમાં અંતિમ રેલીમાં કર્યું સંબોધન

Live TV

X
  • લોકસભા માટે પ્રચાર અભિયાન ચરમ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને ઉત્તર પ્રદેશમાં ત્રણ રેલી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની અંતિમ રેલી ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં કરી. રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર બન્યા બાદ એનડીએ સરકાર કિસાન સૌભાગ્ય યોજનામાં પાંચ એકર જમીનની સીમા ખતમ કરી દેશે. તેમણે કહ્યું કે, 60 વર્ષની ઉંમર પુરી કરી ચુકેલા ખેડૂતો અને નાના વેપારીઓ માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેરડી પકવતા ખેડૂતોને ભરોસો અપાવ્યો કે, ખાંડ મીલો પાસેથી લેવાનો એક પણ રૂપિયો જતો નહીં કરવામાં આવે. પ્રધાનમંત્રીએ સપા-બસપાના ગઠબંધન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ બંને પાર્ટીએ માત્ર જેલ જવાના ડરે હાથ મિલાવ્યા છે. આ અગાઉ પીએમ મોદીએ અલીગઢ ખાતે જનસભાને સંબોધી ગતી ત્યાં તેમણે આંબેડકર જયંતી નિમિત્તે બાબા સાહેબ આબેડકરને યાદ કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ પૂર્વે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, જમ્મુ અને બારમુલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરી આતંકવાદીઓના આકાઓ અને મહામિલાવટી લોકોને જોરદાર જવાબ આપ્યો હતો. આ સાથે તેમણે પ્રચંડ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજનીતિ અને ચૂંટણી તેના સ્થાને છે. સાથે રાજ નેતાઓ આવતા જતા રહે છે. પણ દેશ સર્વોપરી છે. પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર છે તો, રાષ્ટ્રવાદ છે. પણ અમુક લોકો મોદીના વિરોધમાં એટલા ગરકાવ થઈ ગયાં છે કે, તેઓને રાષ્ટ્રાવાદ ભુલાઈ ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply