Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓ સાથે પ્રથમ મંત્રીમંડળની બેઠક યોજી

Live TV

X
  • દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી

    દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી સંસદ સત્રમાં  ત્રિપલતલાક પર નવું બિલ લાવવામાં આવશે. આ નવા બિલમાં  વિપક્ષની વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું  કે આ બિલ  સબકા સાથ સબકા વિકાસ  અને સબકા વિશ્વાસને પ્રોત્સાહન આપનાર બિલ હશે. ઉપરાંત તેમણે જમ્મુ-કાશ્મીરમાં રિઝર્વેશન બિલ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું  કે જમ્મુ સાંબા  અને કઠુઆમાં સીમા પરના ગામડાઓને  3 ટકા અનામત આપવામાં આવશે. કેબિનેટમાં  જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધારવા માટેનો પણ  નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય યુનિવર્સિટી અને કોલેજોમાં ખાલી રહેલી 7000 જગ્યાઓ ભરવાનો પણ  નિર્ણય લેવામાં આવ્યો છે.

    દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  પોતાના મંત્રીઓ સાથે પ્રથમ મંત્રીમંડળની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રી પોતાની સરકારના કાર્યક્રમો અને યોજનાઓ વિશે જાણકારી આપ. સરકારનાં આગામી પાંચ વર્ષનાં કાર્યો માટે પણ  ચર્ચા થઈ. મોદી સરકારના ગત કાર્યકાળમાં મંત્રી પરિષદની બેઠક નિયમીત રૂપે થતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  મંત્રીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના વિષે લોકોને જાગૃત કરવાનાં સંબંધમાં  માર્ગદર્શન આપ્યું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ  નૃપેન્દ્ર મિશ્રાની આગામી પાંચ વર્ષ માટે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પદે  ફરી એકવાર વરણી કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની અપોઈમેન્ટ કમિટીએ  ફરી એકવાર નૃપેન્દ્ર મિશ્રાને  પ્રધાનમંત્રી મોદીના મુખ્ય સચિવ નિયુક્ત કર્યા છે. આ આદેશ  31 મે 2019 થી અમલી બની ગયો છે. કાર્યકાળ દરમિયાન તેમને કેબિનેટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનાં પહેલા કાર્યકાળમાં પણ  નૃપેન્દ્ર મિશ્રા જ  પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ હતાં. નૃપેન્દ્ર મિશ્રાને મોદી સરકારમાં પહેલા કાર્યકાળમાં  28 મે 2014માં  પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ નિયુક્ત કરાયા હતાં. બીજી તરફ કેન્દ્રીય કેબિનેટની અપોઈમેન્ટ કમિટીએ  પી.કે.મિશ્રને ફરી એકવાર  પ્રધાનમંત્રીના અતિરીક્ત મુખ્ય સચિવ નિયુક્ત કર્યા છે. તેમને પણ કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ પણ  31 મે 2019થી લાગુ થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply