Skip to main content
Settings Settings for Dark

ભારતની ફ્લેગશિપ વૈશ્વિક પરિષદ 'રાયસિના સંવાદ' આજથી શરૂ થશે. 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપશે, આ ત્રણ દિવસીય સંમેલનમાં વર્તમાન વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે.

    રાયસિના સંવાદમાં સાત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વર્તમાન વિશ્વ સામેના મહત્વના પડકારો અંગે તેમના મંતવ્યો રજૂ કરશે. પ્રતિષ્ઠિત રાયસિના સંવાદની પાંચમી આવૃત્તિનું વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન સંયુક્ત રીતે આયોજન કરી રહ્યું છે. સંમેલનમાં ઇરાનના વિદેશ પ્રધાનની ભાગીદારી મહત્વની બની રહેશે કારણ કે યુએસ અને ઈરાન વચ્ચે સતત અવરોધ ચાલી રહ્યો છે. આ ત્રણ દિવસીય સંમેલનમાં રશિયા, ઈરાન, ઓસ્ટ્રેલિયા, માલદીવ, દક્ષિણ આફ્રિકા, ડેનમાર્ક, ઉઝબેકિસ્તાન અને ઇયુના 12 વિદેશ પ્રધાનોની ભાગીદારી જોવા મળશે. આ સંમેલનમાં 100 થી વધુ દેશોના 700 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ હાજરી આપશે.

    પાંચ વર્ષના ટૂંકા ગાળામાં, રાયસિના સંવાદે વિશ્વના શ્રેષ્ઠ વ્યૂહાત્મક વિચારકોને જોડી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંવાદમાં સુમેળ અને સહયોગથી ભારતની ઇરાદાપૂર્વકની નૈતિકતા, તેમજ તેની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા અને સંમિશ્રિત શક્તિનું પ્રતિનિધિત્વ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply