Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસ તેજ, ભાજપના નેતાઓ રાજ્યપાલને મળ્યા

Live TV

X
  • સરકાર બનાવવા પર જલ્દી નિર્ણય લેવામાં આવશે - નીતિન ગડકરી

    મહારાષ્ટ્રમાં સરકાર રચવાના પ્રયાસો તેજ બની ગયા છે. ભાજપના નેતાઓ સુધીર મુનટીંગયાર અને ચંદ્રકાંત પાટીલે ગઈકાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. પ્રતિનિધિમંડળે સરકાર ગઠનના મુદ્દે રાજ્યપાલ સાથે ચર્ચા કરી હતી અને કહ્યું કે, પક્ષનું નેતૃત્વ આગામી ચર્ચા બાદ નિર્ણય લેશે. પક્ષનું કહેવું છે કે, ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે અને લોકો જલ્દી જ આ ગઠબંધનની સરકાર જોવા ઇચ્છે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, સરકાર બનાવવા પર જલ્દી નિર્ણય લેવામાં આવશે. જોકે ભાજપે શિવસેનાથી વધુ બેઠક મેળવી છે તેથી મુખ્યમંત્રી તેમના જ પક્ષનો હશે. શિવસેનાના ઉધ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પણ મળેલી બેઠકમાં સરકાર ગઠનનો જલ્દી નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપ્યું. સાથે ભાજપ પર આરોપ મૂક્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં મોડું કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply