Skip to main content
Settings Settings for Dark

મેન વર્સિસ વાઈલ્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત કાર્યક્રમ હીટ

Live TV

X
  • 180થી વધુ દેશોમાં થયું મેન વર્સિસ વાઈલ્ડના સ્પેશિયલ એપિસોડનું પ્રસારણ

    ડિસ્કવરી ચેનલના શો મેન વર્સિસ વાઈલ્ડના સ્પેશિયલ એપિસોડનું સોમવારે પ્રસારણ કરવામાં આવ્યું હતું. શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે જોવા મળ્યા હતાં. શો શરૂ થયાના પછી તરત જ સોશિયલ મીડિયા પર હેશટેગ મેન વર્સિસ વાઈલ્ડ ભારતમાં ટોપ પર અને પૂરી દુનિયામાં બીજા સ્થાને ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ શો ડિસ્કવરી નેટવર્ક પર દુનિયાના 180થી વધુ દેશોમાં દેખાડવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ બેયર ગ્રિલ્સને અનેક કિસ્સાઓ જણાવ્યા હતાં. આ કાર્યક્રમનું પ્રસારણ 180થી વધુ દેશોમાં થાય છે. શોનો હોસ્ટ બેયર ગ્રિલ્સ લોકોને એ જણાવે છે કે બરફથી ઢંકાયેલા પહાડો અને ગાઢ જંગલમાં કોઈ સુવિધા વગર કઈ રીતે સર્વાઈવ કરી શકાય છે. નરેન્દ્ર મોદીના સ્પેશિયલ એપિસોડમાં બેયર ગ્રિલ્સે પોતાના વિશે પણ ઘણી વાતો કરી હતી. આ શોમાં નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે પર્યાવરણ અને વન્ય જીવો પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવતાં પણ જોવા મળ્યાં હતાં.

    આ શોનું શૂટિંગ કોર્બેટ નેશનલ પાર્કમાં થયું છે. શૂટિંગ માટે હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં કોર્બેટ પાર્કની મુલાકાત લીધી હતી. આ પહેલા પાર્કના વહીવટી તંત્રએ પીએમ મોદી સાથેનો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં વડાપ્રધાન મોદી પાર્કના અધિકારીઓ સાથે જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે બેયર ગ્રિલ્સના આ ફેમસ શોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, હોલિવૂડ સ્ટાર ઝેક એફ્રોન સહિતના અનેક સેલેબ્સ ભાગ લઈ ચૂક્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply