Skip to main content
Settings Settings for Dark

રાફેલ મામલે પુન: વિચારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Live TV

X
  • કેન્દ્ર સરકારે બુધવારે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રફાલ સોદામાં નિર્ણયના પુનઃ વિચાર પર અરજી કર્તાઓ દ્વારા દાખલ દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિસંવેદનશીલ છે. અને જે લોકોએ આ દસ્તાવેજની ઝેરોક્ષ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે દસ્તાવેજની ચોરી કરી છે અને તેને લીક કરી સુરક્ષાને જોખમમાં મૂકી છે.

    સુપ્રીમ કોર્ટ રાફેલ સોદાના મામલે હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ પુનઃ વિચારની અરજી પર આજે સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે બુધવારે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, રફાલ સોદામાં નિર્ણયના પુનઃ વિચાર પર અરજી કર્તાઓ દ્વારા દાખલ દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિસંવેદનશીલ છે. અને જે લોકોએ આ દસ્તાવેજની ઝેરોક્ષ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે દસ્તાવેજની ચોરી કરી છે અને તેને લીક કરી સુરક્ષાને જોખમમાં મૂકી છે. તેમ રક્ષામંત્રાલયની એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે. પુનઃ વિચાર કરનાર અરજી કર્તાઓએ રક્ષામંત્રાલયના સંવેદનશીલ દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. રક્ષા સચીવ તરફથી દાખલ આઠ પાનાની એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે કે, રક્ષામંત્રાલયની મંજૂરી વિના રફાલ સાથે સંલગ્ન ગોપનીય દસ્તાવેજની ઝેરોક્ષ કરવામાં આવી છે. ગોપનીય દસ્તાવેજના ચાર પાનાને અરજી સાથે જોડવામાં આવ્યા છે. જોકે, સરકારની મંજૂરી વગર આ દસ્તાવેજોને કોર્ટમાં દાખલ કરી શકાય નહીં. તેમજ એ આરોપ પણ લગાવાયો છે કે, દસ્તાવેજના અમુક ભાગને જોડવામાં આવ્યો છે. જેથી કોર્ટને ગેરમાર્ગે દોરી શકાય. સરકારે જણાવ્યું છે કે, આ દસ્તાવેજને આરટીઆઈ દ્વારા પણ મેળવી શકાય નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply