રેલવે મંત્રાલયે પ્રવાસી મજૂરોનાં ઘરે પાછા ફરવાના સમાચારોનું કર્યું ખંડન
Live TV
-
દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. જેના કારણે દેશમાં કેટલીક અફવાઓને પણ વેગ મળી રહ્યો છે. તાજેતરમાં જ એક અફવાએ જોર પકડ્યું હતું કે, વધી રહેલા કોરોના સંક્રમણના કારણે મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનલ પર ઉત્તરપ્રદેશ અને બિહારના પ્રવાસી શ્રમિકો પોતાના ઘરે જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યાં છે. જો કે આ રેલવે મંત્રાલય તરફથી સેન્ટ્રલ રેલ્વેના પ્રવક્તા દ્વારા આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. મુંબઈ, દિલ્હી કે દેશના અન્ય શહેરોમાંથી પ્રવાસી મજૂરોનાં ઘરે પાછા ફરવાના સમાચારોનું ખંડન કરતા કહ્યું હતું કે, બધી જગ્યાએ સામાન્ય આવન-જાવન ભીડ કે પોલીસ બળ પ્રયોગના કોઈ સમાચાર નથી. વધુમાં તેમણે લોકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી હતી.
