Skip to main content
Settings Settings for Dark

વંદે ભારતમ, નૃત્ય સ્પર્ધાના વિજેતાઓ રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસ 2022 ની પરેડમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા સજ્જ

Live TV

X
  • વંદે ભારતમ, નૃત્ય ઉત્સવ ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓ 26મી જાન્યુઆરીએ રાજપથ, નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. ભવ્ય પ્રદર્શન માટે રિહર્સલ રાજપથ અને ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે પૂરા ઉત્સાહ સાથે થઈ રહ્યા છે.

    વિજેતાઓને ચાર નામાંકિત કોરિયોગ્રાફરો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં કથક ડાન્સર રાની ખાનમ, કુ. મૈયેત્રી પહારી, કુ. તેજસ્વિની સાઠે અને સંતોષ નાયરનો સમાવેશ થાય છે જેઓ વિવિધ રાજ્યોમાંથી આવેલી 36 ટીમોને તાલીમ આપી રહ્યા છે. ચાર સ્તરીય વંદે ભારતમ-નૃત્ય ઉત્સવ સ્પર્ધા દ્વારા સંસ્કૃતિ મંત્રાલય દ્વારા 400થી વધુ કલાકારોની પસંદગી કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો એક ભાગ વંદે ભારતમ-નૃત્ય ઉત્સવનો ગ્રાન્ડ ફિનાલે 19મી ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હીમાં યોજાયો હતો.

    આ નૃત્ય સ્પર્ધામાં 104 જૂથોમાંથી, તમામ 4 ઝોનમાંથી 949 નર્તકો ધરાવતાં 73 જૂથોએ ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું હતું, જે 19મી ડિસેમ્બરના રોજ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ઓડિટોરિયમ ખાતે દિલ્હીમાં યોજાઈ હતી. ગ્રાન્ડ ફિનાલેમાંથી ટોચના 480 નર્તકોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને તેઓ 26મી જાન્યુઆરી 2022ના રોજ રાજપથ, નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પરફોર્મ કરશે.

    આ પ્રથમ વખત છે જ્યારે જન ભાગીદારીને વધારવાના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા દ્વારા રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસના પ્રદર્શન માટે ટીમોની પસંદગી કરવામાં આવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
apply