Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્રનું COP-14 સંમેલન: આગામી વર્ષોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર લગાવીશું પ્રતિબંધ: PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રના COP-14 સંમેલનને સંબોધન કર્યું હતું. ગ્લોબલ વોટર એજન્ડા પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, રણોને આગળ વધતાં રોકવા જળશક્તિ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, માઇક્રો ઇરીગેશન, ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ, પર ડ્રોપ મોર ક્રોપ જેવા લક્ષ્યાંકોને સાકાર કરવા ભારતે જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારતના જંગલોમાં આઠ લાખ હેક્ટર વિસ્તારનો વધારો થયો છે. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે, નર્મદાના જળ, કચ્છ સુધી પહોંચાડવાની કામગીરી રણને આગળ વધતું રોકવાની દિશાનું જ પગલું છે. રાજ્યમંત્રી બાબુલ સુપ્રીયો તેમજ સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ સંમેલનમાં ભાગ લીધો હતો. સંમેલનમાં 196 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply