સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો
Live TV
-
સેન્સેકસ 163.68 અંકના વધારા સાથે 37,145ના અંક પર બંધ
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં થોડા ચડાવ ઉતાર બાદ સેન્સેકસ અને નિફ્ટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન ચડાવ ઉતાર રહ્યા બાદ સેન્સેકસ 163.68 અંકના વધારા સાથે 37 હજાર 145ના અંક પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 56. 85 અંકનો વધારો નોંધાતા 11 હજાર ત્રણ અંકની સપાટીએ બંધ રહ્યો હતો.