Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમ કોર્ટે રાફેલ મુદ્દે ચુકાદો સુરક્ષિત રાખ્યો

Live TV

X
  • કેન્દ્ર સરકારે બુધવારે કોર્ટને જણાવ્યું હતું ,કે, રાફેલ સોદામાં નિર્ણયના પુનઃ વિચાર પર અરજીકર્તાઓ દ્વારા દાખલ દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ સંવેદનશીલ છે. અને જે લોકોએ આ દસ્તાવેજની ઝેરોક્ષ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે, તેમણે, દસ્તાવેજની ચોરી કરી છે, અને તેને લીક કરી સુરક્ષાને જોખમમાં મૂકી છે.

    સુપ્રીમકૉર્ટે રાફેલ સોદાના મામલે દાખલ થયેલ પુનઃ વિચારની અરજી પર આજે સુનાવણી શરૂ કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે કોર્ટને જણાવ્યું હતું ,કે, રાફેલ સોદામાં નિર્ણયના પુનઃ વિચાર પર અરજીકર્તાઓ દ્વારા દાખલ દસ્તાવેજ રાષ્ટ્રીય સુરક્ષા માટે અતિ સંવેદનશીલ છે. અને જે લોકોએ આ દસ્તાવેજની ઝેરોક્ષ બનાવવાનું ષડયંત્ર રચ્યું છે, તેમણે, દસ્તાવેજની ચોરી કરી છે, અને તેને લીક કરી સુરક્ષાને જોખમમાં મૂકી છે. તેમ રક્ષા મંત્રાલયની એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે. પુનઃ વિચાર કરનાર અરજી કર્તાઓએ, રક્ષા મંત્રાલયના સંવેદનશીલ દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે. રક્ષાસચીવ તરફથી દાખલ આઠ પાનાની એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે,કે, રક્ષા મંત્રાલયની મંજૂરી વિના રાફેલ સાથે સંલગ્ન ગોપનીય દસ્તાવેજની ઝેરોક્ષ કરવામાં આવી છે. ગોપનીય દસ્તાવેજના ચાર પાનાને અરજી સાથે જોડવામાં આવ્યા છે. જોકે, સરકારની મંજૂરી વગર આ દસ્તાવેજોને કોર્ટમાં દાખલ કરી શકાય નહીં. તેમજ એ આરોપ પણ લગાવાયો છે,કે દસ્તાવેજના અમુક ભાગને જોડવામાં આવ્યો છે. જેથી કોર્ટને ગેર માર્ગે દોરી શકાય. સરકારે જણાવ્યું છે ,કે, આ દસ્તાવેજને RTI દ્વારા પણ મેળવી શકાય નહીં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply