સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુના નાગરિકોને આજથી બુસ્ટર ડોઝ અપાશે
Live TV
-
સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત વરિષ્ઠ નાગરિકોને આજથી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ માટે રજીસ્ટ્રેશનની આવશ્યકતા નથી. બંને રસીના ડોઝ લીધેલ વ્યક્તિ કોઈ પણ રસીકરણ કેન્દ્રમાં જઈ સીધી રીતે અથવા રજીસ્ટ્રેશન કરીને બુસ્ટર ડોઝ લઇ શકે છે. બંને ડોઝ લીધા હોય તેમજ બીજા ડોઝને નવ મહિના એટલે કે 39 વીક પૂરા થયા હોય તેવા લાભાર્થીઓને રસીના બુસ્ટર ડોઝ અપાશે. વરિષ્ઠ નાગરિકો ડોકટરના પરામર્શ પછી જ તેઓ રસીકરણ કરાવે. તેમજ ચુંટણી અધિકારી અને કર્મચારીને પણ કોરોના યોદ્ધા ગણવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ કરીને કહ્યું કે, 1 કરોડથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન કાર્યકર્તાઓ અને 60 વર્ષથી ઉપરના લોકોને બુસ્ટર ડોઝ માટે SMS કરવામાં આવ્યા છે. કો-વિન પ્લેટફોર્મ પર આ ડોઝ માટે અપોઈન્મેન્ટ શરૂ થઇ ચુક્યું છે.
