Skip to main content
Settings Settings for Dark

હિંસા મામલે ચૂંટણી પંચ બન્યું સખ્ત, પં. બંગાળમાં એક દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર બંધ 

Live TV

X
  • ચૂંટણી પંચે બંધારણના આર્ટિકલ 324 નો કર્યો અમલ - આવતીકાલે રાત્રે દસ વાગ્યા પછી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર ઉપર લાગી રોક - ઇતિહાસમાં આ પ્રથમવાર બનેલી ઘટના

    પં.બંગાળમાં અમિત શાહના રોડ-શો દરમિયાન થયેલી હિંસા મામલે આજે ચૂંટણીપંચે, નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ચૂંટણી પંચે રાજ્ય સરકારને સખત આદેશ આપતા જણાવ્યું કે હાલ રાજ્યમાં જે થઈ રહ્યું છે તે યોગ્ય નથી. 

    ચૂંટણી પંચે ,બંધારણના આર્ટિકલ 324ને ધ્યાનમાં લેતા પશ્ચિમ બંગાળમાં, કોઈ પણ પ્રકારના ચૂંટણી પ્રચાર પ્રકિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે ચૂંટણી પ્રચાર શુક્રવાર સાંજે પૂરો થવાનો હતો, તેના પર 24 કલાક પહેલા  રોક લગાવી દેવામાં આવી છે.

    કાલે રાત્રે 10 વાગ્યા પછી પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કોઇ પણ પક્ષ કરી શકશે નહિં. ભારતીય ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની છે કે ચૂંટણી પંચે ,પોતાના અધિકારનો ઉપયોગ કરતા આવો કડક નિર્ણય લીધો છે. આ સાથે જ અનેક અધિકારીઓના ટ્રાન્સફર કરી દેવાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply