7મો શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસ
Live TV
-
આજે 7મા શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવે છે
આજે 7મા શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસની ઉજવણી કરવામાં આવે છે.14 જાન્યુઆરી, 2006ના દિવસે પ્રથમવાર શસ્ત્ર સેના પૂર્વ સૈનિક દિવસ ઉજવવામાં આવ્યો હતો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ દેહરાદૂનમાં 7મા શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિક દિવસ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે તેમજ શસ્ત્ર સેના ભૂતપૂર્વ સૈનિકોની રેલીને સંબોધિત કરશે. રક્ષામંત્રી સશસ્ત્ર દળોની સમર્પિત સેવા અને સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ રૂપે ઉત્તરાખંડ વોર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિકસિત શૌર્ય સ્થળને સમર્પિત કરશે આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પૂર્વ સૈનિકોને પુરસ્કાર અને પ્રમાણપત્રોથી પણ સન્માનિત કરવામાં આવશે.
