PM નરેન્દ્ર મોદીએ" આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત સુધી" કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે "આઝાદીના અમૃત મહોત્સવ થી સ્વર્ણિમ ભારત સુધી" કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ભારત માટે ભાવના પણ છે અને સાધના પણ છે દેશ માટે પ્રેરણા પણ છે અને બ્રહ્માકુમારીઓના પ્રયાસ પણ છે. જેના માટે હું બ્રહ્માકુમારી સંસ્થાનો આભાર માનુ છુ. પ્રધાનમંત્રીએ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં મહિલાઓએ આપેલ બલિદાનને યાદ કરતા જણાવ્યું હતું કે રાણી ચિનમ્મા, મતંગિની હાજરા, રાણી લક્ષ્મીબાઇ, વિરાંગના ઝલકારીબાઇ,અહલ્યાબાઇ, સાવિત્રીબાઇ ફુલે એ ભારતની ઓળખ જાળવી રાખી છે. દેશ આજે તેમના યોગદાનને યાદ કરે છે. તેમણે ઉમેર્યુ હતું કે સૈનિક શાળાઓમા ભણાવાનુ દીકરીઓનું સપનુ પૂરુ થઇ રહ્યું છે. આજે દેશની કોઇ પણ દિકરી ભારતીય સેનામા જઇને મહત્વની જવાબદારી નિભાવી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનમા આઝાદીના 75 વર્ષની ઉજવણી થઇ રહી છે. તેમણે ઉમેર્યુ હતુ કે આપણી નવી પેઢીમાં માનવીય મુલ્યોનુ સિંચન કરવાનુ સાંસ્કૃતિક પોષક કાર્ય બ્રહ્માકુમારી દ્વારા કરવામા આવી રહ્યુ છે. કુલ 30 થી વધુ અભિયાન, 15 હજાર થી વધુ કાર્યક્રમ અને આયોજન સામેલ છે. આ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ,રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ, કેન્દ્રિય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી જી.કિશન રેડ્ડી,અર્જુનરામ મેઘવાલ,પુરુષોતમ રૂપાલા,બ્રહ્માકુમારીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજય,રાજયોગિની મોહિની ઉપસ્થિત રહ્યા હતા.
