Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં બાળકોને પીરસ્યું ભોજન 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશનાં વૃંદાવનના પ્રવાસે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે NGOઅક્ષયપાત્ર ફાઉન્ડેશનનાં 300 કરોડમી થાળી પીરસવાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે અહીં ચંદ્રોદય મંદિરમાં  પ્રભુપાદજીની પ્રતિમાને માળા અર્પણ કરીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ અક્ષય પાત્રની 300 કરોડમી થાળી શાળાનાં બાળકોને આપીને તેમાં ભોજન પીરસ્યુ હતુ. તેમણે 20 બાળકોને ભોજન પીરસ્યું હતું. 

    આ દરમિયાન, પ્રધાનમંત્રીએ બાળકો સાથે વાતચીત પણ કરી હતી. આ પ્રસંગે ,ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ રામ નાઈક, મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, સંસ્કૃતિ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણ, ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા, સાંસદ હેમા માલિની, શિક્ષા મંત્રી અનુપમા જેસવાલ અને અક્ષયપાત્રનાં ઉપાધ્યક્ષ હાજર રહ્યા હતા. અક્ષયપાત્ર ફાઉન્ડેશન ગરીબ વર્ગના બાળકોને ભોજન આપે છે. 

    આ સિવાય આ સંસ્થા ભારત સરકારની મીડ ડે મિલ સાથે પણ ,જોડાયેલી છે, જે સુનિશ્ચિત કરે છે, કે બાળકોને સ્કૂલમાં ગરમ, પૌષ્ટિક અને સારું ભોજન મળી રહે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, અટલજીની સરકારમાં, શરૂ કરવામાં આવેલ કાર્યમાં ,તેમને ભાગ લેવાનો અવસર મળ્યો. તેમણે કહ્યું હતું  કે, આ સંસ્થા સેવા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply