Skip to main content
Settings Settings for Dark

News Focus at 8.30 PM I 27-02-2018

Live TV

X
Gujarati

1. 'વન નેશન વન ઈલેકશન' નાં સૂત્રને ટેકો આપતા મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી-લોક સભા -વિધાન સભા ની ચૂંટણી ઓ ,તેમજ સ્થાનિક સ્વરાજ ની તમામ સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરવા અપીલ કરતાં મુખ્યમંત્રી- કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કોઈપણ ચૂંટણી હોય અમે તૈયાર છીએ.

2. વિધાન સભા માં ,પ્રશ્નોત્તરી કાળ માં થયા ખુલાસા- રાજ્ય ના ,31 જિલ્લા માં ,છેલ્લા બે વર્ષ માં ,ચાર હજાર 803 બાળકો થયા ગુમ- વર્ષ 2016-17 માં 97 ટકા ગુમ થયેલ બાળકો મળી આવ્યાનું જણાવતા ભાજપના વિભાવરી દવે.

3. ગુજરાત વિધાન સભા માં ,બહુમતી થી ,ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર- અમદાવાદ જીલ્લા માં ,2,282 પોલીસ કર્મચારી ની અછત ની વિગતો આવી સામે- સરકારે જણાવ્યું ,કે, આગામી વર્ષે ,5 હજાર, 362 P.S.I. ની કરવામાં આવશે ભરતી.

4. સાત મહિનાની ખેડૂતપુત્રીના પેટમાંથી નિકળી ગર્ભ જેવી ગાંઠ- અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટર્સે ગાંઠ કાઢવા સર્જરી કરી બાળકીને આપ્યું જીવતદાન- વિશ્વમાં પાંચ લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે આવી ગાંઠ.

5. ફાગણી પૂર્ણિમા નિમિત્તે દ્વારકા અને ડાકોર જતા માર્ગો પર જય દ્વારકાધીશ અને જય રણછોડનો ગૂંજયો નાદ- રાજ્યભરમાંથી શ્રધ્ધાળુઓ ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટ્યા.

6. ભારત-કોરિયા વ્યાપાર શિખર સંમેલનને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ અર્થવ્યવસ્થા માટે આપ્યો ડેમોક્રેસી, ડેમોગ્રાફી, ડિમાન્ડનો 3-D મંત્ર- કહ્યું, અમારી સરકાર લાવી રહી છે સુધારા અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસનો માહોલ બનાવવાનો પ્રયાસ.

7. શાંતિપૂર્ણ માહોલમાં નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ- નાગાલેન્ડમાં 75 ટકા, જ્યારે મેઘાલયમાં 67 ટકા નોંધાયું મતદાન.

8. શ્રીદેવી મૃત્યુ કેસમાં તમામ અટકળોનો અંત- દુબઈ એરપોર્ટ પરથી શ્રીદેવીના પાર્થિવ દેહ સાથે બોની કપૂર મુંબઈ આવવા રવાના- આવતીકાલે બપોરે રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply