Skip to main content
Settings Settings for Dark

News Focus at 8.30PM I 06-04-18

Live TV

X
Gujarati

.રાજ્યવ્યાપી ગુણોત્સવની આઠમી શ્રેણીનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પંચમહાલ જિલ્લાના ગોવિંદી ગામની પ્રાથમિક શાળાથી કરાવ્યો પ્રારંભ-ગુણોત્સવ કાર્યક્રમની સફળતા વિશે વ્યક્ત કર્યો સંતોષ- કહ્યું, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વધુ ચાર હજાર સ્માર્ટવર્ગખંડો બનાવવાનું આયોજન.

2.ભારતમાં બનનારા બે વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશનમાંનું એક એવા ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું નિરીક્ષણ કરતાં રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિન લોહાની-બુલેટ ટ્રેન માટેની ટેન્ડર પ્રક્રિયાનું પણ કર્યું અવલોકન-આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જશે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન.

3.આજે ભારતીય જનતા પાર્ટીનો 38મો સ્થાપના દિવસ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ કરી આપી શુભેચ્છા સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના કાર્યકર્તાઓ સાથે કર્યો વાર્તાલાપ.

4.ભાજપાના સ્થાપનાદિવસે BJP અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં સંબોધી વિશાળ જનસભા- પક્ષની સફળતાનો શ્રેય પાયાના પત્થર એવા કાર્યકર્તાઓને આપ્યો- કહ્યું, અનામત હટાવવાની ચર્ચા જ ખોટી, ભાજપા એમ નહીં કરે.

5.કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનો દબદબો-દેશ માટે બીજો ગોલ્ડ મેળવવાની સંજીતા ચાનુની સિદ્ધિ-સૌથી નાની ઉંમરે મેડલ જીતવાની સિદ્ધિ મેળવતો દીપક લાઠેર- દિવસને અંતે ભારત બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે પાંચમા સ્થાને.

6.સંસદના બજેટ સત્રના અંતિમ દિવસે પણ ન ચાલી શકી કાર્યવાહી-વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત કાળ માટે સ્થગિત- વિપક્ષના વલણ સામે 12મી એપ્રિલે ભાજપા સાંસદો સાથે પ્રધાનમંત્રી પણ કરશે પ્રતિક ઉપવાસ-

વાયએસઆર કોંગ્રેસના પાંચ સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગ સાથે લોકસભામાંથી આપ્યાં રાજીનામા.

7.અફાટ અંતરિક્ષમાં નવા ગ્રહની શોધમાં નીકળશે નાસાનું નવું મિશન-નેસ નામનો ઉપગ્રહ અવકાશમાં શોધશે ધરતી જેવું બીજું ઘર.

8.ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર -ક્રિકેટ રસીકો હવે પોતાની મનપસંદ ચેનલ દૂરદર્શન પર કલાક-એકના સમયાંતરે નિહાળી શકાશે IPLની મેચો- સ્ટાર ટીવીએ મેચોના પુનઃપ્રસારણ માટે પ્રસાર ભારતી સાથે કર્યા કરાર.

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply