Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ઈલેક્ટ્રિક મોટર્સ ઉત્પાદકના યુનિટ પર ભારતીય માનક બ્યુરોનાં દરોડા

Live TV

X
  • ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોથી માન્ય લાયસન્સ લીધા વગર ઈલેક્ટ્રિક મોટર (થ્રી ફેઝ ઈન્ડક્શન મોટર્સ)નું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે ગઈકાલે તા. 26 નવેમ્બર-2021 ના રોજ રામોલ, અમદાવાદમાં કાર્યરત વિલ્સન ઈન્ડસ્ટ્રીઝ, 34 મહાદેવ એસ્ટેટ, પાર્ટ 3, સેલ્યુલોઝ મિલ કમ્પાઉન્ડ, રામોલ રોડ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન વિલ્સન બ્રાંડની 23 ઈલેક્ટ્રિક મોટર પ્રાપ્ત કરી જપ્ત કરવામાં આવી હતી.
    આ ઉત્પાદન એનર્જી એફિશિયન્ટ ઈન્ડક્શન મોટર્સ-થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઓર્ડર 2017 હેઠળ ભારત સરકાર દ્વારા સૂચિત ફરજિયાત પ્રમાણપત્રને આધીન છે. જેમાં એનો સમાવેશ છે કે, જે પણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોથી માનક ચિહ્ન માટે લાયસન્સ લીધા વિના થ્રી ફેઝ ઈન્ડક્શન મોટર્સનું ઉત્પાદન નથી કરી શકતો. આવું કરનારના વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17 ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે. જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
    બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વગર ભારતીય માનક બ્યુરોના આઈ.એસ.આઈ માર્કનો દુરૂપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈ.એસ.આઈ માર્કના દુરૂપયોગની મળેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા પાડતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનક ચિહ્નના દુરૂપયોગની જાણકારી હોય તો તે એના વિષે મુખ્ય ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 જાણ કરી શકે છે. આ ઉપરાંત ફરિયાદ ahbo[at]bis[dot]gov[dot]in અથવા cmed[at]bis[dot]gov[dot]in પર મેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply