Skip to main content
Settings Settings for Dark

અનઅધિકૃત રીતે રેલવે ટ્રેક ક્રોસ કરતા લોકો માટે રેલવેનું અનોખુ જાગૃતિ અભિયાન

Live TV

X
  • યમરાજ બનેલો શખ્સ રેલવે પાટા ઓળંગતા લોકોને ઉઠાવી લે છે અને એ સમજાવ છે કે અનઅધિકૃત રીતે પાટા ન ઓળંગવા નહી તો જીવન ગુમાવવુ પડી શકે છે

    ટ્રેનના પાટા પરથી પસાર થવાને કારણે અકસ્માતો થાય છે, આવા અકસ્માતોને રોકવા ખૂબ મુશ્કેલ બની ગયા છે..પરંતુ હવે મધ્ય અને પશ્ચિમ રેલ્વેએ પણ તેનું નિરાકરણ લાવવા અનોખુ જાગૃતિ અભિયાન ચલાવ્યુ છે..પશ્ચિમ રેલેવેએ એક યમરાજને તૈયાર કર્યો છે..અને તે રેલવેના પાટા ઓળંગતા અથવા ક્રોસ કરતા કોઈ પણ મુસાફરને રોકે છે..એટલુ જ નહી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે જીવન અમૂલ્ય છે.. કોઈપણ વ્યક્તિ રેલવે પાટાને વટાવે છે તે તેમને સલામત સ્થળે લઈ જાય છે. પશ્ચિમ રેલવેના ટ્વીટર પેજ પર આ અંગેનો વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે..જેમાં યમરાજ બનેલો યુવક પાટા પર ચાલતા કે ક્રોસ કરતા લોકોને કહે છે કે જો તમે પાટા ઓળંગશો તો હું તમને તેડી જઈશ..

    આ 'જાગૃતિ અભિયાન' અંધેરી અને મલાડ સ્ટેશનો પર કરવામાં આવ્યું છે. આ બંને સ્ટેશનો બીજી બાજુ જવા માટે ટ્રેક પર કૂદતા લોકો માટે ખૂબ ચર્ચામાં રહ્યુ છે. વેસ્ટર્ન રેલ્વેએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બે લોકો ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં યમરાજ પહેરેલા એક શખ્સને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યો છે.તો રેલવે મંત્રાલયે આ તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, "અનધિકૃત રીતે ટ્રેકને પાર ન કરો, તે જીવલેણ બની શકે છે." જો તમે અનધિકૃત રીતે ટ્રેક ક્રોસ કરો છો, તો યમરાજ સામે ઉભો છે. મુંબઈમાં પશ્ચિમ રેલ્વે દ્વારા આરપીએફના સહયોગથી 'યમરાજ' ​​ના પાત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply