Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં મહેકી માનવતા, મકરસંક્રાતિએ ગરીબોને ભોજન, વસ્ત્રો અને પતંગોનું વિતરણ

Live TV

X
  • મકરસંક્રાતિએ દાન કરવાનો છે વિશેષ મહિમા

    અમદાવાદ : રાજ્યભરમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે..ત્યારે ગરીબો અને વંચિતો ઉત્તરાયણના પર્વને માણવાથી રહી ન જાય તે માટે અમદાવાદના સેવાભાવી લોકોએ અનોખી પહેલ શરૂ કરી હતી..અમદાવાદના બોપલમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબોને ભોજન અને વસ્ત્રોનું દાન કરીને અનોખી ઉજવણી કરવામાં આવી..શિવભક્તો દ્વારા 300થી વધુ શ્રમિકો અને ગરીબોને ભોજન અપાયુ અને ગરીબ પરિવારના બાળકોને પતંગ દોરી તેમજ 1000 નંગ વસ્ત્રોનું દાન કરી પુણ્યનું ભાથુ બાધ્યુ હતુ..સ્થાનિક સોસાયટીના સેવાભાવી લોકોએ સાથે મળીને મકરસંક્રાતિના દિવસને ગરીબો સાથે ઉજવી અને ગરીબોની સેવા કરીને મનાવવાનું આયોજન કર્યુ હતુ..વહેલી સવારે મંદિર દર્શન બાદ લોકો ગાયોને ઘાસ નીરીને ગરીબોને દાન આપી રહ્યા હતા. 

    મકરસંક્રાતિએ દાન કરવાનો છે વિશેષ મહિમા
    સંક્રાંતના દિવસે બોર, શેરડી, તલ, વસ્ત્ર, ધન-ધાન્યના દાનનો પણ વિશેષ મહિમા છે. ઉત્તરાયણના પર્વ દરમિયાન શેરડી અને બોરનો નવો પાક તૈયાર થતો હોવાથી શેરડીની પહેલી ઉપજને ભગવાનને ચરણે ચઢાવવાની પ્રણાલી છે. મકરસંક્રાંતિના દિને શિવલીંગ ઉપર શેરડીના રસનો અભિષેક તમામ આપત્તિઓ અને કષ્ટ દુર કરનાર હોવાની દ્દઢ માન્યતાને લઈ ભકતો દ્ધારા શેરડીની ખરીદી કર્યા બાદ દાન કરવામાં આવે છે.તો બીજી તરફ, ખેતરમાં શેરડી પકવતા લોકો દ્વારા મકરસંક્રાંતિના શુભ દિવસથી શેરડીના પાકનું વેચાણ શરૂ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply