Skip to main content
Settings Settings for Dark

આજે ચેહર માતાનો પ્રાગટ્ય દિન ઉજવાયો, ખંભોળજમાં નવચંડીનું આયોજન

Live TV

X
 • ગાયક પ્રવિણભાઇ લુણી માં ચેહરની ગાથાનું માઇ ભક્તોને રસપાન કરાવ્યુ હતુ

  આજે વસંત પંચમીનો પર્વ એટલે માતા ચેહરનો જન્મોત્સવ..આજે ચેહર જયંતિ હોવાથી વિવિધ ચેહર માતાના મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે..ત્યારે આણંદ જિલ્લાના ખંભોળજ ગામે આવેલ સુપ્રસિધ્ધ ચેહર માતાજીના મંદિરમાં રવિવારે વસંત પંચમીના રોજ ચેહર પ્રાગટ્ય દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.. રવિવારના રોજ માતાજીના મંદિરે સવારે 8 વાગ્યે નવચંડી યજ્ઞનો આરંભ થયો હતો..જ્યારે સાંજે 5 વાગ્યે પવિત્ર યજ્ઞકુંડમાં શ્રીફળની આહુતિ આપવામાં આવી હતી..ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો..વહેલી સવારથી જ ચેહરમાતાના મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે..ત્યારે ખંભોળજમાં આવેલા ચેહર મંદિરે આજના દિવસે ખાસ મા ચેહરનો લીલુડો માંડવો યોજવામાં આવે છે..ગાયક પ્રવિણભાઇ લુણી ચેહર પ્રાગટ્ય દિને ચેહરની ગાથાનું માઇ ભક્તોને રસપાન કરાવ્યુ હતુ..

  શું છે ચેહર માતાનો પ્રાગટ્ય ઈતિહાસ?
  આજથી 900 વર્ષ પહેલા હાલરડીમાં (હાલ પાકિસ્તાનમાં છે) શેખાવતસિંહ રાઠોડના ઘરે ચેહર માતાજી મહા મહિનામાં વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ્યા હતા. તેમનું નાનપણનું નામ કેશરભવાની હતું. અહીંથી ચેહરમાતા બનાસકાંઠા જિલ્લાનાં નગરતેરવાડાનાં રાજવી રૂપસિંહ દરબારનાં ઘરે આવ્યાં.ત્યાંથી ચેહરમાતા સીધા મરતોલી ગામે 900 વર્ષ જૂના વરખડીના ઝાડ નીચે બીરાજમાન થયાં. જેથી ચેહરમાતાનું ધામ એ મરતોલી ધામ કહેવાય છે..જ્યાં એ વરખડીનું ઝાડ આજે પણ જોવા મળે છે. માઈભક્તો આસ્થા સાથે અહીં આવીને ધન્યતા અનુભવે છે.

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 27-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 28-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 29-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 30-06-2019 Max Temp : °C Min Temp : °C
  • 01-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 02-07-2019 Max Temp : °C Min Temp : °C
apply