Skip to main content
Settings Settings for Dark

આણંદ : શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સેમિનાર

Live TV

X
  • સેમિનારમાં અસંગઠિત શ્રમીકો અને લઘુ વેપારીઓ હાજર રહ્યા હતા

    આણંદમાં અમૂલ ડેરીના મ્યુઝિયમ હોલ ખાતે પ્રધાનમંત્રી માનધન યોજના અસંગઠીત શ્રમયોગી તથા લઘુવ્યવસાયીકો માટેની પેન્શન યોજના માટે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ધ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સેમિનારમાં મદદનીશ શ્રમ આયુક્ત દીપકભાઈ ચૌહાણ અને મદદનીશ શ્રમ અધિકારી આર.સી.વાણિયા દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવ્યુ હતુ.આ યોજના અંતર્ગત આણંદ જિલ્લાના વધુમાં વધુ શ્રમયોગી લાભ લે તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ..રાષ્ટીય પેંશન યોજના અંતર્ગત નોધાયેલા લાભાર્થી ને આણંદ શહેર મામલતદાર ના હસ્તે કાર્ડનું વિતરણ કરવામા આવ્યું હતું  જેમા કુલ ૬ લાભાર્થી ને સ્ટેજ પરથી કાર્ડ  આપવામાં આવ્યાં હતા.જેમા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત મકાન અને  અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર સાહેબનું યોજના અંતર્ગત લાઇવ ટેલીકાસ્ટ કરીને અસંગઠિત શ્રમીકો તેમજ લઘુવેપારીઓ યોજનાનો લાભ લે તે માટેનું સંબોધન કર્યુ..સમગ્ર કાર્યકમમાં મોટી સંખ્યામાં અસંગઠિત શ્રમિકો અને લઘુ વેપારીઓ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યકમ સફળ થાય તે માટે આણંદ જિલ્લાના શ્રમતંત્રના અધિકારીશ્રીઓ ધ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply