Skip to main content
Settings Settings for Dark

ઊંઝામાં આજે ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની ઉછામણી

Live TV

X
  • બપોરે 2 કલાકે યોજાશે ઉછામણી , જે વધુ રકમ હરાજીમાં બોલશે તે બનશે યજ્ઞ ના યજમાન

    ઊંઝામાં કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે 18થી 22 ડિસેમ્બરના રોજ યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે ભવ્ય ઉછામણી યોજાનાર છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી માઈભકતો મુખ્ય યજમાનથી લઈ વિવિધ ઉછામણીમાં ભાગ લેવા પધારશે. આજે (રવિવારે)બપોરે એક વાગ્યાથી પ્રારંભ થનાર ઉછામણીની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ જોઇ શકાય તે માટે મંડપમાં 3 મોટા એલઇડી લગાવાયા છે.

    ઉમિયા સર્કલ પાસે આવેલા ઉમિયાબાગમાં ઉછામણી સ્થળે એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં 7500 માઈભક્તો બેસી શકે તેવી ટેન્ટમાં તેમજ 200 આગેવાનો અને હોદ્દેદારો સ્ટેજ ઉપર બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ ટેન્ટ સંપૂર્ણ વોટરપ્રૂફ અને જનરેટર સંચાલિત છે. છેલ્લા 15 દિવસથી મંડપ કમિટી તેમજ માઈભક્તો દિવસ રાત જાગી વરસાદી અડચણની પરવાહ કર્યા વગર માંના અવસરને રૂડો બનાવવા પ્રયત્નશીલ છે.

    ઊંઝામાં કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજીના દશાબ્દિ મહોત્સવ નિમિત્તે 18થી 22 ડિસેમ્બરના રોજ યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞને લઇ આજે ભવ્ય ઉછામણી યોજાનાર છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી માઈભકતો મુખ્ય યજમાનથી લઈ વિવિધ ઉછામણીમાં ભાગ લેવા પધારશે. રવિવાર બપોરે એક વાગ્યાથી પ્રારંભ થનાર ઉછામણીની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ જોઇ શકાય તે માટે મંડપમાં 3 મોટા એલઇડી લગાવાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply