Skip to main content
Settings Settings for Dark

કચ્છઃ ખટિયા પાસે 5000 વર્ષ જૂનું હડપ્પા યુગનું કબ્રસ્તાન-હાડપિંજર મળી આવ્યા 

Live TV

X
  • કચ્છના લખપત તાલુકાના રણ સરહદે આવેલાં ખટિયા ગામથી અંદાજે અડધા કિમીના અંતરે લાખાપર-ઝારા તેમજ ખટિયાના રસ્તાની બાજુમાં છેલ્લા 45 દિવસથી ચાલી રહેલાં ઉત્ખનનને પ્રતાપે 5000 વર્ષ જૂના હાડપિંજર સાથે માટીના વાસણોનો મોટો જથ્થો મળી આવ્યો છે. 

    આ ખોદકામમાં કેરળ-કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનને સફળતા મળી છે. આર્કિયોલોજિ ડિપાર્ટમેન્ટના છાત્રોની સાથે વડોદરા અને પૂણે કોલેજના છાત્રો દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ખટિયાના ડુંગરાળ વિસ્તારમાં ચાલી રહેલા આ સંશોધન કાર્ય દરમિયાન હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. 

    અત્યાર સુધી 26 જેટલી કબરના ખોદકામ દરમિયાન અંદરથી હાડપિંજર સાથે શંખની બંગડીઓ, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ, પથ્થરના મણકા, માટીના ઘડા, ગ્લાસ સહિતના જુદા-જુદા આકારના માટીના વાસણો પણ મળી આવ્યાં છે. હવે કબરમાંથી મળેલાં આ માનવકંકાલને કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજિ મ્યૂઝિયમ ખાતે લઇ જવાશે, જ્યાં વધુ અભ્યાસ હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply