Skip to main content
Settings Settings for Dark

ખંભાત : જિ.કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગો માટે મેગા દિવ્યાંગ સેતુ કાર્યક્રમ

Live TV

X
  • 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિને મેગા કાર્યક્રમનું આયોજન

    3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે તેમજ ખંભાત તાલુકામાં હાથ ધરવામાં આવેલા જન વિકાસ ઝુંબેશના કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ , સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા કલેક્ટર દિલીપ રાણાના સીધા માર્ગદર્શન હેઠળ ખંભાતમાં દાળ ભાતિયા ચેરીટેબલ ટ્રસ્ટ હોલ, માદળા બાગ, વિવેકાનંદ સ્ટેચ્યુ, પાણિયારી પાસે ખાસ દિવ્યાંગો માટે મેગા દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે..આ કાર્યક્રમમાં દિવ્યાંગ લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ યોજનાકીય ફોર્મ ભરી આપવાની સાથે યુડીઆઈડી કાર્ડ રજીસ્ટ્રેશન અને દિવ્યાંગ પ્રમાણપત્ર આંકલન અને તપાસ કરી આપવામાં આવશે..કેમ્પમાં દિવ્યાંગ બાળકો અને વ્યક્તિઓને દિવ્યાંગ ઓળખકાર્ડ, બસ પાસ માટેનું ફોર્મ ભરાવવું, દિવ્યાંગ સાધન સહાય વિતરણ, સંત સુરદાસ પેન્શન યોજનાનું ફોર્મ , દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ભરાવવાની સાથો સાથે દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ, પાલક માતા-પિતા યોજના તથા બાળ કલ્યાણ યોજનાઓની જાણકારી આપવામાં આવશે..ઉપરાંત આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો,બેન્ક પાસબુક, પાસપોર્ટ સાઈઝના ફોટા ચાર નકલમાં સાથે લઈને આવવાનું જિલ્લાની એક યાદીમાં જણાવાયુ છે.વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply