Skip to main content
Settings Settings for Dark

ડાકોર ખાતે 19 અને 20 માર્ચના રોજ ફાગણી પૂનમના મેળાનું આયોજન કરાયું

Live TV

X
  • ખેડા જિલ્‍લાના સુપ્રસિધ્‍ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે 19 અને 20 માર્ચના રોજ ફાગણી પૂનમના મેળાનું આયોજન કરાયું છે. આ ફાગણી પૂનમના મેળામાં અંદાજે ૧૫ લાખ જેટલા શ્રધ્‍ધાળુઓ રણછોડરાયજીના દર્શનાર્થે આવે તેવી શક્યતા છે. ત્યારે યાત્રિકોની સુવિધા અને સુરક્ષા માટે  જિલ્‍લા પ્રશાસન દ્ધારા સુચારૂ વ્‍યવસ્‍થા કરાઈ હોવાનું કલેક્ટર સુધીર પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું. તેમણે કહ્યું હતું કે 17મી માર્ચથી મેળાના સુવ્‍યવસ્‍થિત સંચાલન અને દેખરેખ માટે આઠ રૂટ ઉપર 64 અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. 44 જેટલા નાયબ મામલતદારોની એક્ઝીક્યુટીવ મેજિસ્‍ટ્રેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડાકોરમાં વિવિધ આઠ સ્‍થળોએ  8 મોબાઇલ ટોઇલેટ વાન ૧૩ પે એન્‍ડ યુઝ શૌચાલય અને 5 સ્‍થળોએ ફાયર ફાઇટરની વ્‍યવસ્‍થા કરાઈ છે.

    આ સાથે ડાકોર ફાગણી પૂનમ નિમિતે આરોગ્‍ય વિભાગ દ્ધારા રણછોડરાયજી મંદિર સહિત પદયાત્રીઓના રૂટ પર ૧૦ સ્‍થળે મેડિકલ સારવાર કેમ્‍પો બનાવાયા છે.આ સાથે

    સમગ્ર ડાકોર શહેર સી.સી.ટી.વી.થી સજ્જ કરાયું છે. તેમજ મેળા દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે અને યાત્રિકોને કોઇપણ જાતની તકલીફ પડે નહીં તેમજ યાત્રિકોની સુરક્ષા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ દ્ધારા સઘન આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply