Skip to main content
Settings Settings for Dark

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ યુનિ.ના વિદ્યાર્થીઓ માટે બિઝનેસ વેન્ચર કોમ્પિટિશન

Live TV

X
  • વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે કરાયુ આયોજન

    નડિયાદની વિશ્વ વિખ્યાત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત,ડીડીઆઈસી બીબીએ અને એમ કોમના વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ અનુભવ મળે તે માટે બિઝનેસ વેન્ચર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. આ કોમ્પિટિશન નું આયોજન કેમ કર્યું તે માટે પ્રિન્સિપાલ ડૉ.નિમેશ જોશીએ જણાવ્યું કે બીબીએ અને એમકોમના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો ખીલે,એકાઉન્ટિંગ, ટેક્સ ,માર્કેટિંગ, ટીમ બિલ્ડિંગ,ગ્રાહકો સાથેની વાતચીત, ગ્રાહકની માંગ સમજવી,ખરીદી કરવી,ભાવ કાઢવો ,આ તમામ ગુણોની સમજ માટે નડિયાદ શહેરના કોલેજ રોડ તેમજ અન્ય વિસ્તારોમાં કુલ બાર સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા,આ તમામ સ્ટોર્સની અંદર ટીમો વિદ્યાર્થીઓની કાર્યરત હતી ,જેઓએ વીસ હજારનું મહત્તમ રોકાણ સાથે ખેડા જિલ્લાની સ્વાદ પ્રેમી જનતાને સારામાં સારું ફૂડ આપવું,સ્વાદ સાથે ઉપરાંત આ ફૂડ પ્લાસ્ટિકમાં ન આપતાં લાકડા ની ડીસો અને માટી ના કાેડિયા માં જ્યૂસ, ચા તેમજ પ્રવાહી આપવું આ રીતે પર્યાવરણનું પણ જાળવણી કરવી ,સજીવ ખેતીથી પકવેલી વસ્તુઓનું જ વેચાણ કરવું,જંક ફૂડમાં મેદા નો ઉપયોગ ન કરવો ,આ બધી વસ્તુઓ ઉપરાંત વ્યવસાય વધારવો ,અને બાર સ્ટોલ વચ્ચે સ્પર્ધા કરવી કોરોના વાયરસ સામે રક્ષણ માટે પપૈયાનું જ્યુસ આપવું આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી હતી..તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ના સુંદર મામા એટલે કે મયુર વાકાણીએ વિશેષ મુલાકાત લઇ અને તમામને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ડીડી યુનિવર્સિટી ,ડી ડીઆઈસી કોલેજ તેમજ તેમના પ્રિન્સિપાલને પણ અભિનંદન આપ્યા હતા.આમ ડીડી આઇ સી બીબીએ અને એમ કોમના વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે આ બિઝનેસ વેન્ચર કોમ્પિટિશન રાખી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply