Skip to main content
Settings Settings for Dark

નરોડા GIDCની નવી પહેલ, એસ્ટેટમાં 70 હજાર વૃક્ષો વાવ્યાં

Live TV

X
  • દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગની અસર, સમગ્ર વિશ્વ માટે ચિંતા નો વિષય બની છે, ત્યારે અમદાવાદમાં આવેલ ,નરોડા GIDC એ દેશને નવી રાહ ચીંધી છે. નરોડા GIDCમાં ,65 થી 70 હજાર વૃક્ષો વવાયા છે નરોડા એનવાયરમેન્ટ પ્રોજેક્ટ 2005માં શરૂઆત કરવામાં આવ્યો. 

    જોકે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે નરોડા GIDC એસ્ટેટમાં ,કેમિકલ કંપની આવેલી છે ,લગભગ 1300 જેટલી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ,ત્યારે વૃક્ષો ઉછેરવા પડકાર જનક હતું ,છતાં પણ નરોડા GIDCના પ્રમુખ શૈલેષ ભાઈ પટવારી એ શરૂઆત કરી આજે GIDCમાં 65 થી 70હજાર વૃક્ષો ઉગાડવા માં આવ્યા છે. 

    દરવર્ષે 5થી 7હજાર વૃક્ષ નવા ઉગાડવા માં આવે છે, પહેલા ખાલી પ્લોટ માં કચરો ફેંકવામાં આવતો હતો ,ત્યાં આજે ,નવા 7 ગાર્ડન ,બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે બેસ્ટ ગ્રુમિંગનો એવોર્ડ અને સમગ્ર દેશમાં GIDCને સ્વચ્છતા માં બીજા નંબરનો એવોર્ડ ,પ્રાપ્ત થયો છે.જોકે GIDCમાં લોકો ઉભા રહેવા માટે છાંયડો શોધતા હોય ત્યાં નરોડા GIDC માં ,લોકો પોતા ના વાહનો પાર્ક કરે છે. આગામી સમયમાં GIDC એ AMC સાથે મળીને 50 હજાર વૃક્ષ ઉછેરવાની જવાબદારી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply