Skip to main content
Settings Settings for Dark

પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું

Live TV

X
  • પોરબંદર લોકસભાની ચુંટણી આગામી 23મી એપ્રિલના રોજ યોજાશે. પોરબંદર લોકસભા બેઠકની ચૂંટણીને લઈને જીલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતું. જીલ્લા કલેકટરે પોરબંદર લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકમાં કેટલા મતદારો, પોલીંગ સ્ટેશનો, બુથ ઉપરાંત કેટલા કર્મચારીઓ જોડાશે તે અંગેની વિગતો આપી હતી. તેમજ આ વખતે દિવ્યાંગો માટે પણ તંત્ર દ્વારા મતદાનને લઈને ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. લોકશાહીના પર્વમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે તે અંગેની વિગતો પણ આ પત્રકાર પરિષદમા આપવામા આવી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમા ચૂંટણી યોજાય તે માટે તંત્ર ધ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. તે અંગે પણ જીલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply