Skip to main content
Settings Settings for Dark

મહીસાગર: કૃષિ મેળો તાલીમ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • લુણાવાડામાં કૃષિ કૌશલ્ય તાલીમ વિકાસ કાર્યક્રમ હેઠળ આયોજન

    મહીસાગર જિલ્લાના લુણાવાડા બેતાલીસ પાટીદાર સમાજઘર ધોળી ખાતે સંયુક્ત ખેતી નિયામકશ્રી વિસ્તરણ વડોદરા વિભાગના એમ. કે. કુરેશીના અધ્યક્ષ સ્થાને કૃષિ કૌશલ્ય તાલીમ વિકાસ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો તાલીમ કાર્યક્રમ યોજાયો. આ સમય દરમ્યાન સરકારશ્રીના વિવિધ ખાતાઓની યોજનાઓ તથા ખેડૂતોના પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવાનું આયોજન કરેલ છે. કૃષિમાં ખેડૂતોને ખાસ કરીને જમીન અને પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી અનુકુળ પાકનુ આયોજન માર્કેટીંગ વ્યવસ્થા, પાકોના મુલ્યવર્ધન માટે ગ્રેડીંગ, પ્રોસેસીંગ, પેકેજીંગ અંગે સમજ તેમજ વિસ્તારને અનુરૂપ વધુ ઉત્પાદન આપતા પાકો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુરના ડૉ. કનકલત્તાબહેને, જમીન વિજ્ઞાન નિષ્ણાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડૉ.એ. કે. રાવ તેમજ વિશાળ સંખ્યામાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply