રક્ષાબંધન કોમી એખલાસનું પ્રતિક : અરવલ્લી ભાજપાની મહિલાઓએ મુસ્લિમ ભાઈઓને બાંધી રાખડી
Live TV
-
રક્ષાબંધનનો તહેવાર અરવલ્લીના મોડાસામાં બન્યો કોમી એખલાસનું પ્રતિક
રક્ષાબંધનનો પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો સંજોગ મુજબ એક જ દિવસે ધાર્મિક અને રાષ્ટ્રિય તહેવારનો સમન્વય થયો છે, ત્યારે અરવલ્લી જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી કર્યા બાદ મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કોર્પોરેટર વનિતાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યા ઇન્દુબેન પટેલ, જિલ્લા મંત્રી મીનાબેન પટેલ ધ્વારા મોડાસા શહેર માં એક પેટા પરા રૂપે આવેલા ચાંદટેકરી વિસ્તાર ના ભાઇઓ ને રક્ષાસુત્ર થી રક્ષીત કરવામા આવ્યા હતા. આ ચાંદટેકરી વિસ્તાર ના મુસ્લિમ બિરાદરો હિન્દુ મહિલાઓ ધ્વારા રાખડી બાંધતા તેઓ ભાવવિભોર બની ગયા હતા. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એક બહેન ભાઇ ની રક્ષા કાજે રાખડી બાંધે છે ત્યારે ભાઇ ની પ્રથમ ફર્જ બહેન ની રક્ષા કરીશું અને તેનું રૂણ ચુકવવાની બને છે. આ પ્રસંગે મુસ્લિમ ભાઇઓ જનાબ હુસેનભાઇ મુલ્તાની ઝાકીરભાઇ મુલ્તાની હબીબભાઇ મુલ્તાની અને ચાંદટેકરી ના આગેવાનો ધ્વારા હિન્દુ બહેનોને સાડી રૂપી ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પર્વને કોમીએખલાસ નું પર્વ બનાવાતા અરવલ્લી જિલ્લામાં ભાજપ મહિલા મોરચાની મહિલાઓની ભારે સરાહના થઈ હતી. સમગ્ર મોડાસા પંથકમાં એક કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી