Skip to main content
Settings Settings for Dark

લુણાવાડામાં આવેલું જમણી સૂંઢવાળા ગણપતિજીનું અનોખુ મંદિર, જાણો મહિમા

Live TV

X
  • 116 વર્ષ થી ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી ઉજવામાં આવે છે

    પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ ની સ્થાપના કરવાનો મહિમા વર્ષે વર્ષ વધી રહ્યો છે પણ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર માં આવેલ દેશમાં ભાગ્યેજ જોવા મળતું જમણી સુઢ વાળા  લક્ષ્મી વિનાયક ગણપતિ નું એક પૌરાણિક  મંદિર એવું છે કે જ્યાં મંદિર ની સ્થાપના થઇ ત્યારથીજ ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ ની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવામાં આવે છે.મહીસાગર જિલ્લા ના લુણાવાડા શહેર માં આવેલ છે 116વર્ષ પુરાણું અનોખું જમણી સૂઢ વાળા ગણપતિ ભગવાન નું મંદિર જ્યાં 116 વર્ષ થી ઇકોફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરી ઉજવામાં આવે છે ગણેશ મહોત્સવ આ મંદિર ના ઇતિહાસ ની વાત કરીએ તો આ મંદિર ની સ્થાપના ને 116 વર્ષ થયાં છે અને આ મંદિર માં બિરાજમાન મનોકામના પુરી કરનારા વિઘ્નો ને હરનારા ભાગ્યેજ જોવા મળતા હોય તેવા જમણી સૂઢ ના ગણપતિજી ની  મૂર્તિ ની સ્થાપના લક્ષ્મીજી ના કમળ દંડ પર કરવામાં આવી હોવાથી આ મંદિર નું નામ લક્ષ્મી ગણપતિ વિનાયક રાખવામાં આવ્યું છે . લક્ષ્મી વિનાયક ગણપતિજી  ની સ્થાપના ગજ મુખ યજ્ઞ એટલે કે હાથી ની સૂઢ વડે 1000 લાડુ ના હવન દ્વારા કરવામાં આવી હતી. લક્ષ્મી વિનાયક મંદિર ના ગણપતિજી સર્વે ભક્તો ની મનોકામના પુરી કરી ભક્તો ના જીવન માં આવતા વિઘ્નો દૂર કરતા  હોવાથી મનોકામના સિદ્ધ ગણપતિ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ની સ્થાપના જ્યાર થી થઈ છે ત્યારથીજ ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. 116 વર્ષ થી આ મંદિર માં ઇકોફ્રેન્ડલી મૂર્તિ ની સ્થાપના કરવા માં આવે છે જે વડોદરા ના ગાયકવાડ સરકાર ના કારીગરો દ્વારા વિશિષ્ટ માટી માંથી બનાવામાં આવે છે અને ગણપતિ ની સ્થાપના કરી 10 દિવસ સુધી રાત્રે કથા તેમજ  ભજન કીર્તન કરી ધૂમ ધામ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે અને ગણેશ વિસર્જન ના દિવસે ચાંદી ની પાલખી માં સ્થાપના કારેલ ગણપતિજી ની મૂર્તિ ની શોભા યાત્રા કાઢી મૂર્તિ ને પાણી માં વિસર્જિત કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
apply