Skip to main content
Settings Settings for Dark

વડનગરમાં તાનારીરી મહોત્સવનું સમાપન

Live TV

X
  • સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો

    મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સંગીત સામ્રજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડનગરના આંગણે સંગીત અને સૂરના સમન્વયને સાર્થક કરતો તાના-રીરી મહોત્સવ વિશ્વ કક્ષાએ ખ્યાતિ પામ્યો છે. જેનો દ્વ્રિ દિવસીય  તાના-રીરી મહોત્સવનો સમાપન સમારોહમાં ઉપસ્થિત  સહકાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે તાના-રીરી મહોત્સવ થકી વડનગરની આ સંગીત યાત્રાએ વૈશ્વિક નામના મેળવી છે.   તાના-રીરી મહોત્સવ સમપાન પ્રસંગે  ઉપસ્થિત  વાહન વ્યવહાર મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું ગુજરાતના વિકાસ અને તેની સંસ્કૃતિને વિશ્વ સુધી મુકવાનું કામ વડનગરના સપૂત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ થી તાના-રીરી મહોત્સવ પ્રારંભથી કર્યો છે. અને તેના દ્રારા સંગીત અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. 

    મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે  ઉત્તર ગુજરાતની કલાધરા વડનગર ખાતે યોજાતા મહોત્સવને માણવા કલારસિકો દુરદરુથી આવે છે.ગુજરાતની સંગીત તેમજ ગાયનકલાને ઉન્નત શિખરો પર પહોંચાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. તાના-રીરી વ્યક્તિ નહી પરંતુ વૈશ્વિક ચેતના બની છે..ગઈકાલે થયેલા સમાપન સમારોહમાં તબલા-તબલા સંસ્થાનની દિકરીઓ દ્વારા  અને જુગલબંધી સિતાર સપ્તક સંસ્થાની દિકરીઓ દ્વારા રજુ કરી દર્શકોને મંત્ર મુગ્ધ કર્યા હતા..આ ઉપરાંત પંડિત રોનુ  મજુમદાર એન્ડ ગ્રુપ દ્વારા ફલ્યુટ,તબલા,પખાવજ -જુગલબંધી ,પંડિત વિશ્વજીત રોય ચૌધરી દ્વારા સરોદવાદન અને શ્રી રાહુલ શિવકુમાર શર્મા દ્વારા સંતુરવાદન રજુ કરાયું હતું જેનાથી સંગીત રસિકો આનંદીત બન્યા હતા.. મંત્રીશ્રી સહિત મહાનુંભાવો દ્વારા પંડિત રોનુ મજુમદાર,પંડિત રાહુલ શિવકુમાર શર્માપંડિત વિશ્વજીત રોય ચૌધરી,પંડિત ઋષિકેશ મજુમદાર,પંડિત હેતલ જોષી,પંડિત મુંજાલ મહેતાનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.શ્રી પ્રધાનમંત્રીશ્રી લિખિત નર્મદે સર્વદે ગીત  જે માલા પંકજભાઇ ભટ્ટ અને પંકજભાઇ ભટ્ટ દ્વારા રચિત સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું.       

    કાર્યક્રમમાં સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ, અગ્રણી સોમાભાઇ મોદી,ધારાસભ્ય ,કરશનભાઇ સોલંકી,ડો.આશાબેન પટેલ,અમજલજી ઠાકોર રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના અગ્ર સચિવ સી.વી સોમ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,પ્રાન્ત અધિકારી દિપ્તીબેન પ્રજાપતિ,નગરપાલિકા અને તાલુકા પંચાયત વડનગરના અધિકારીઓ-પદાધિકારીઓ,કડી નગરપાલિકા પ્રમુખ,પુર્વ સાંસદ જીવાભાઇ પટેલ,.સંગીત રસિકો અને પ્રબુધ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply