Skip to main content
Settings Settings for Dark

વડનગર: તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા

Live TV

X
  • નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં રચાયા ત્રણ વિશ્વ રેકોર્ડ

    વડનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનું કામ થઇ રહ્યું છે. આ ઐતિહાસિક ભૂમિ પર બુધવારે ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાના રીરી મહોત્સવની વર્ષ 2003માં શરૂઆત કરી છે. અહીં આજે ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં 150 તબલાવાદકોએ , એક સાથે 30 મિનિટમાં 28 તાલ રજૂ કર્યા હતા. 108 વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવ જન રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જન ગણ મન વગાડી પાંચ મિનિટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી. આ ઉપરાંત કલાગુરૂ શીતલ બારોટ દ્વારા નવ રસની પ્રસ્તુતિ ભરતનાટ્યમની નૃત્ય શૈલીમાં રજૂ કરાઇ હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply