Skip to main content
Settings Settings for Dark

શું આપે FASTag ખરીદ્યુ?, જો ના તો Paytmથી મફતમાં ખરીદો

Live TV

X
  • 15 ડિસેમ્બરથી બદલાશે ટોલ ટેક્સ નિયમ

    નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર 1 ડિસેમ્બરથી જરુરી ફાસ્ટેગની ડેડલાઇનને વધારીને 15 ડિસેમ્બર કરવામાં આવી છે.. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ NHAIએ શુક્રવારે ફાસ્ટેગ માટે જરૂરી મુદત 15 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. એનએચએઆઈના જણાવ્યા અનુસાર ફાસ્ટેગની ઓછી ઉપલબ્ધતાને કારણે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે, તેથી જો તમે હજી સુધી તમારી કાર માટે ફાસ્ટેગ ન લીધો હોય, તો તે પેટીએમથી મફતમાં ખરીદી શકાય છે.સૌ પહેલા ફાસ્ટેગ લેવાનું ખૂબ જ સરળ છે. પેટીએમ દ્વારા ગ્રાહકો તેમની કાર, વાન, જીપ અને કોઈપણ માટે ફાસ્ટેગ સ્ટીકરો લઈ શકે છે.

    કેવી રીતે ફાસ્ટેગ ખરીદવુ?
    આમ તો ફાસ્ટેગ ખરીદવા કોઈ પણ બેંકમાં જઈને પણ ખરીદી શકાય છે..પણ જો તમારે મોબાઈલથી ઘરેબેઠા ખરીદી કરવી હોય તો પેટીએમથી ફ્રીમાં થઈ શકશે..
    આ માટે તમારે પહેલા પેટીએમ એપ પર જવું પડશે. ઉપર તરફ આપેલા સર્ચ બારમાં FASTag સર્ચ કરો.ત્યારબાદ તમને ઘણા વિકલ્પો મળશે, જેમાંથી ગ્રાહકે ‘Buy Fastag’ પસંદ કરવાનું રહેશે.તમારે આરસી અપલોડ કરવું પડશે, જેથી તમારા સરનામાં પર ફાસ્ટેગ આવે.પેટીએમથી ફાસ્ટેગ ખરીદવા માટે તમારે 400 રૂપિયા ચૂકવવા પડશે, જેમાંથી 150 રૂપિયા લઘુત્તમ બેલેન્સ રાખવા માટે અને 250 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે આપવામાં આવશે. આ પ્રમાણે ગ્રાહકે માત્ર 400 રૂપિયા ચુકવવા પડશે.

    પહેલા તમારે પેટીએમથી ફાસ્ટેગ ખરીદવા માટે 500 રૂપિયા આપવાના હતા, જેમાં 250 રૂપિયા જમા કરાવવાના હતા અને ન્યૂનતમ બેલેન્સ માટે 150 રૂપિયા અને ફાસ્ટેગ માટે 100 રૂપિયા. પરંતુ હવે 100 રૂપિયાની ફાસ્ટેગ કિંમત 'ફ્રી' કરી દીધી છે.આ ઉપરાંત જો તમે પેટીએમથી ખરીદવા માટે yes bank ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો છો, તો 10% વધારાની છૂટ આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply