Skip to main content
Settings Settings for Dark

હેરીટેઝ શહેર અમદાવાદને સ્વચ્છ AMCની કવાયત

Live TV

X
  • હેરીટેઝ શહેર અમદાવાદને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન મિલીયન ટ્રી-વૃક્ષારોપણ તથા JET-પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.

    વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન મિલીયન ટ્રી-વૃક્ષારોપણ તથા JET-પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. આ JET પ્રોજેક્ટ એટલે AMC અને શહેર પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના પાંચ સભ્યો ઈ-રીક્ષામાં ફરી સ્વચ્છતા સુવિધાની ચકાસણી કરે છે, જેમાં એક હેલ્થ કર્મચારી, એસ્ટેટ કર્મચારી અને શહેર પોલીસના કોન્સ્ટેબલ સાથે વોર્ડમાં ફરીને જાહેરમાં ગંદકી કરતા એકમો, દબાણ અને આડેધડ પાર્કિંગ કરનાર સામે સ્થળ ઉપર જ કાર્યવાહી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા શહેરના તમામ 48 વોર્ડમાં ઈ-રીક્ષામાં ફરીને કાયદા કાનુનનું પાલન કરાવવા અને દંડનીય કાર્યવાહી કરવા માટે દિવસભર આ ટીમ ફરતી રહે છે. આ પ્રકારનો પ્રયોગ સમગ્ર દેશમાં પ્રથમ છે, જેને લઈને સમગ્ર શહેરીજનોમાં ગંદકી, પાર્કિંગ, દબાણ અંગે સમજ વધી રહી છે અને શહેરીજનોમાં શિસ્ત જોવા મળી રહી છે. આ પ્રોજેક્ટ શરૂ થયાને માત્ર બે દિવસમાં આ ટીમ દ્વારા લાખો રૂપિયાનો દંડ વસુલાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply