Skip to main content
Settings Settings for Dark

આઇઆઇટી દિલ્હીમાં 5જી ટેક્નોલોજી પર સમ્મેલન યોજાયુ

Live TV

X
  • આઈઆઈટી દિલ્હી 5જી ટેકનોલોજી ઉપર કેટલાક મહત્વપૂર્ણ સંશોધન કરી રહી છે. આઈઆઈટી દિલ્હીમાં આજે 5જી તકનિક પર એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ તકનીકને લગતા તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી.

    એક તરફ 4જી ટેક્નોલોજીએ વિશ્વવ્યાપી સંદેશાવ્યવહાર ક્રાંતિ લાવી છે, ત્યારે વૈજ્ઞાનિકો હવે 5 જી ટેક્નોલોજીના આધારે સાધનો બનાવવાનું કામ કરી રહ્યા છે.
    આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓએ વાયુ પ્રદૂષણ પર નજર રાખવા માટે 5 જી ટેક્નોલોજી પર આધારિત એક ડિવાઇસ ડિઝાઇન કર્યું છે જે સોલર એનર્જીથી ચાલે છે, તેમજ જીપીએસ સિસ્ટમથી સજ્જ હોવાને કારણે અસરકારક રીતે જિઓ ટેગિંગ પણ કરી શકે છે. આ ઉપકરણ શહેરી વિસ્તારોમાં 10 કિ.મી. સુધીની રેન્જમાં પીએમ 2.5, પીએમ 10, એનઓ 2, ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ શોધી શકે છે.

    જો કે, નિષ્ણાતોના મતે 5 જી ટેક્નોલજીમાં ડેટા સુરક્ષા અને લોકોની સુરક્ષાને લગતા ઘણા પડકારો છે, જેનું ધ્યાન રાખવું પડશે. 5 જી કમ્યુનિકેશન ટેકનોલોજીની વિશેષતા એ છે કે તેની સ્પીડ 4 જી કરતા ઓછામાં ઓછી 20-25 ગણી વધારે હશે. ઉપરાંત, તે ચોરસ કિલોમીટર ક્ષેત્રે આશરે 10 મિલિયન ઉપકરણોને સમર્થન આપી શકે છે. 5 જી ટેક્નોલજી આવતા 3 થી 4 વર્ષમાં ભારતમાં આવે તેવી સંભાવના છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply