Skip to main content
Settings Settings for Dark

આણંદ કૃષિ યુનિવર્સિટીએ સ્વદેશી ટેકનોલોજીથી લેક્ટોઝ ફ્રી દૂધ કર્યું તૈયાર

Live TV

X
  • મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી

    આણંદ કૃષિ યુનિવર્સિટી સ્વદેશી ટેકનોલોજીથી કિંમતમાં સસ્તુ અને પચવામાં સરળ લેક્ટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે.ભારતની ડેરીઓને લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદનની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું 

    વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દેશ તરીકે ભારત અગ્રતા ક્રમે છે. તેમાં આણંદમાં અમૂલ તેની સાથે જોડાયેલા રાજ્યના દૂર સંઘો દ્વારા દરરોજ રેકોર્ડબ્રેક માત્રામાં દૂધનું એકત્રીકરણ કરાય છે. દૂધને પોષક આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક પ્રકારના પ્રોટીન આપતું દૂધ સ્વાસ્થ્ય માટે લાભકારક છે, પરંતુ વર્તમાન સમયમાં દૂધને પચાવવાની ક્ષમતા લોકોમાં ઘટી રહ્યા નું તબીબી કારણ જોવા મળે છે. જે કે દૂધ ન પચવાની પાછળનું કારણ તેમાં રહેલા લેકટોઝ બેક્ટેરિયા છે.

    આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ ના વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય કંપનીઓને લેકટોઝ ફ્રી દૂધના ઉત્પાદન માટેની ટેકનોલોજી માટે વિદેશ પર નિર્ભર રહેવું પડે છે. ખાસ કરીને દેશના મોટા ભાગના ડેરી ઉત્પાદકો ડેનમાર્ક જેવા દેશોમાં કુત્રિમ રીતે વિકસિત એન્ઝાઇમ્સ આયાત કરીને લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરે છે. લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરવા માટે ડેરીઓને એન્ઝાઇમ્સને કેમિકલ સાથે મિશ્રણ કરવા માટે પણ વિદેશથી આયાત કરેલ ટેકનોલોજી પર આધારિત રહેવું પડતું હતું.

    લેકટોઝ ફ્રી દૂધ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના ડેરી સાયન્સ વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીની લેબોરેટરીમાં સંશોધન હાથ ધર્યું હતું, જેમાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત લેક્ટોઝ ફ્રી દૂધ ઉત્પાદન કરવાની સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી વિકસાવી છે. જેથી હવે ડેરીઓએ સ્વદેશી ટેકનોલોજીથી લેકટોઝ ફ્રી દૂધ તૈયાર કરી શકાશે

    લેકટોઝ બેકટેરીયાની અસરના કારણે કેટલાક લોકો અને બાળકો દૂધમાં રહેલી સુગરને પચાવી શકતા નથી. આવા લોકો દૂધ કે તેની અન્ય પ્રોડકટનું સેવન કરે તો તેમને શરીરમાં ખાલી ચઢવી, ઝાડા થવા, પેટમાં દુ:ખવું કે ઉલ્ટી થવાની સમસ્યા સર્જાતી હતી. આ સંજોગોમાં લેકટોઝ ફ્રી દૂધના સેવનથી આવા લોકોને કોઇ સમસ્યા સર્જાશે નહીં.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply