Skip to main content
Settings Settings for Dark

ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ, PSLV-C45નું કર્યું સફળ પરિક્ષણ 

Live TV

X
  • ઈસરોએ શ્રી હરિકોટાથી ME સેટ અને 28 ઈન્ટરનેશનલ સેટેલાઈટને લઈ જનાર PSLV C-45 નું સફળ પ્રક્ષેપણ કર્યું હતુ. ME સેટ ઉપગ્રહ ભારતની સુરક્ષાની દ્દષ્ટીએ ખૂબ મહ્ત્વપૂર્ણ છે. જે DRDO ને ડિફેન્સ રિસર્ચમાં મદદ કરશે. 

    ઇસરો દ્વારા આજે સવારે સાડા નવ વાગે શ્રી હરિકોટાથી એમ.ઇ.સેટ અને 28 વિદેશી સેટેલાઈટ સાથે, પીએસએલવી સી-45 લોન્ચ થયો હતો, જેમાં અમેરિકા 24, લીથુઆનીયાના બે, સ્પેન અને સ્વિત્ઝરલેન્ડના 1-1 નેનો સેટેલાઈટનો સમાવેશ થાય છે. અગાઉ PSLV સેટે સી-44એ માઈક્રો સેટ-આર અને કલામ સેટ સેટેલાઈટને સફળતાપૂર્વક તેની કક્ષામાં સ્થાપીત કર્યા હતા.

    પીએસએલવી, જે 28 વિદેશી ઉપગ્રહને લઈને રવાના થયું, તેનું વજન 436 કિલોગ્રામ છે, તેમાં લુનિયાનીયા, સ્પેન, સ્વીત્ઝર્લેન્ડના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ભારતે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને અગાઉ 24મી જાન્યુઆરીએ લોન્ચ કર્યું હતું. તે વખતે માઇક્રોસેટ-આર સહિતના ઉપગ્રહ સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply