Skip to main content
Settings Settings for Dark

જાણો મહેસાણા જીલ્લાની એવી કોલેજ વીશે જે ચાલે છે સોલાર એનર્જી અને પુનઃપ્રાપ્ય ઉર્જા પર

Live TV

X
  • કોલેજ કેમ્પ્સમાં ઉપકરણ લેબ, કોમ્પ્યુટર લેબ, પંખા, એ.સી., લાઇટ વગેરે તમામ ઉપકરણો સોલાર એનર્જી દ્વારા ચલાવવામાં આવે છે

    મહેસાણા જિલ્લાની વિસનગર ખાતેની એમ.એન.કોલેજમાં સોલાર એનર્જીનો કરવામાં આવી રહેલો ઉપયોગ પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા બચાવવામાં આવી રહેલ વિજળી બીલ.  

    વડપ્રધાન દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગની લોકોને કરવામાં આવેલ પહલને હવે લોકો વ્યક્તિગત અને સામુહિક રીતે સ્વીકારી તેનો લાભ લઇ રહ્યા છે. મહેસાણા જીલ્લાની સરકારી કોલેજ વિસનગર કે જે ઐતિહાસિક કોલેજમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી, તત્કાલિન મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદી બેન પટેલ, તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પુર્વ કેંદ્રીયમંત્રી બિ.કે.ગઢ્વિ વગેરે આ કોલેજમાં અભ્યાસ કરી ચુક્યા છે

    ૧૯૪૬માં આ કોલેજની સ્થાપના કરવામાં આવી. એ વખતે અમદાવાદથી અજમેર સુધી માત્ર આ એક જ કોલેજ હતી. આ કોલેજ ઉત્તર ગુજરાતનું શૈક્ષણીક પ્રવેશ દ્વાર કહેવાતી. આ કોલેજમાં સોલાર એનર્જીનો ઉપયોગ થાય અને પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધે એ માટે આ કોલેજ ના ટેરેસ (અગાસી) પર સોલારની ૫ પેનલ  સ્થાપવામાં આવી છે જે ના દ્વારા રોજનું ૨૦કિલો વોટ યાને ૮૦ યુનિટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યુ છે. અને આ ઉત્પન્ન થયેલ વિજળી દ્વારા કોલેજ કેમ્પ્સના ઉપકરણ લેબ, કોમ્પ્યુટર લેબ, પંખા, એ.સી., લાઇટ વગેરે તમામ ઉપકરણો આ એનર્જી દ્વારા ચલાવવામાં આવે છે.

    એમ.એન.કોલેજના પ્રિંસિપાલ ડૉ.રાજેશ.ડી.મોઢના જણાવ્યા અનુસાર દર વર્ષે અમે આ સોલાર એનર્જી દ્વારા અંદાજે ૧,૫૦,૦૦૦ એક લાખ પચાસ હજાર કરતા વધુ પૈસાનુ વિજળી બીલ બચાવી રહ્યા છીએ. હજુ આવનાર સમયમાં બીજી વધુ સોલાર પેનલ નાખી અમે અમારા બાકીના પુરા કેમ્પ્સને આ એનર્જી દ્વારા આવરી લેવાના છે.

    આ ઉપરાત આ કોલેજની કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસનું વડાપ્રધાન નરેંદ્રભાઇ મોદી દ્વારા ઇ લોંચિંગ કરવામાં આવેલ અને સરકારના શૈક્ષણીક વિભાગ દ્વારા કોલેજને ૪૦ કોમ્પ્યુટરથી સજ્જ આખી લેબ બનાવી આપવામાં આવી છે. તથા નેક એક્રીડીટેશનના નવા ફોર્મેટમાં સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ કોલેજોમાં એમ.એન.કોલેજ અગ્રેસર રહી હતી અને ગુજરાત રાજ્યની તમામ ૧૦૯ સરકારી કોલેજોમાં પણ અત્યાર સુધીમાં ૨.૯૭ સૌથિ વધારે ગુણાક અને B+ ના ગ્રેડ સાથે પ્રથમ નમ્બર પર રહી હતી.     

    આ કોલેજની લાઈબ્રેરીને સમ્પુર્ણ ડીજીટ્લ ઇ-લાઈબ્રેરી બનાવેલ છે આખુ કેમ્પ્સ ઓપ્ટીકલ ફાયબર કેબલથી જોડાયેલું છે આખુ કેમ્પ્સ હરીયાળુ છે જેમા ગ્રીન ઓડીટ રીપોર્ટમાં ૭૦% માર્ક્સ મળેલ છે. રમત ગમતનું ખુબ જ વિશાળ મેદાન પણ છે .

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply