Skip to main content
Settings Settings for Dark

ડ્રોનની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું

Live TV

X
  • ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવા છંટકાવના આ પ્રાયોગીક નિદર્શન વિશે  ખેડૂતોને સંબોધતા અગાઉ આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો

    ખેતીમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે જંતુનાશક દવાનો છંટકાવ કરીને ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ તેમના શ્રમમાં પણ ઘટાડો થાય તેવા સરકારના પ્રયાસના ભાગરૂપે મહિસાગર જિલ્લામાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. વિરપુર તાલુકાના આસપુર લાટ ગામે ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન યોજાયું હતું. પપૈયાની ખેતીમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું હતું. આ અગાઉં આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં ખેડૂતોના સુચનો પછી તેમાં વધુ સુધારા વધારા સાથે તેને મુકવાનો જીસીએસઆર ઓથોરીટીનો અભિગમ છે.

    રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં ઓછા ખર્ચે ખેતીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી ખેડૂતોની આવકમાં વધારો કરી સમય અને શ્રમનો ઘટાડો કરવાના નવતર અભિગમના ભાગરૂપે મહીસાગર જિલ્લાના પસંદગી પામેલ વિરપુર તાલુકાના ગામ આસપુર લાટ ખાતે ગુજરાત સીએસઆર ઓથોરીટી ધ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવાના છંટકાવનું પ્રાયોગિક નિદર્શન જિલ્લા કલેક્ટર આર.બી.બારડની ઉપસ્થિતિમાં યોજાયું હતું. કાર્યક્રમ બાદ આસપુર લાટ ગામના ખેડૂત આશિષભાઇ પટેલના ખેતરમાં પપૈયાની ખેતીમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવા છંટકાવનું જીવંત નિદર્શન યોજાયું હતું.

    ડ્રોન ટેકનોલોજીની મદદથી જંતુનાશક દવા છંટકાવના આ પ્રાયોગીક નિદર્શન વિશે  ખેડૂતોને સંબોધતા અગાઉ આ ટેકનોલોજીનો પ્રથમ પ્રયોગ ઇડર તાલુકામાં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મહીસાગર જિલ્લામાં આ બીજો પ્રયોગ છે. આ પ્રયોગમાં ખેડૂતોના સુચનો પછી તેમાં વધુ સુધારા વધારા સાથે મુકવાનો જી.સી.એસ.આર.ઓથોરીટીનો અભિગમ છે. ડ્રોનના ટેકનીશીયનના જણાવ્યા મુજબ ડ્રોનની મદદથી જમીનની માપણી પણ કરી શકાય છે તેમજ જંતુનાશક દવાના છંટકાવમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે ખુબ સારી રીતે ખેતીમાં રોગ અને જીવાતને કંટ્રોલ કરી શકાય છે.

     આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામક એમ.કે.કુરેશી, મહીસાગર પ્રોજેક્ટ ડાયરેક્ટર એ.આઇ.પઠાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.જે.પટેલ, કૃષિ વૈજ્ઞાનીકો, પ્રગતિશીલ ખેડૂતો ઉપરાંત નવીન ટેકનોલોજી નીહાળવા આવેલા મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
apply