Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં કીચન ગાર્ડન પ્રોજેક્ટથી મહીલાઓએ કરી રહી છે બચત

Live TV

X
  • નવસારી કૃષિ યુનિવર્સિટીએ હાથ ધરેલા કૃષિ અભિયાન અંતર્ગત ગૃહિણીઓ માટે મોંઘવારીમાં નફાનો સોદો સાબિત થઈ રહ્યું છે.હાલ સમગ્ર શહેર અને જિલ્લામાં નાનકડી જગ્યાઓનો સદઉપયોગ કરી મહિલાઓએ કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ અપનાવી રહી છે.

    શું તમે સાંભળ્યું છે ઘરમાં જ શાકભાજી ઉગાડી શકાય છે. શું તમને ખબર છે ઘરે જ શાકભાજી ઉગાડી સ્વાદીષ્ટ ભોજન બનાવી શકાય છે. જો ના તો મળો નવસારીની આ ગૃહિણીઓને જેમણે ઉગાડ્યા છે ઘરઆંગણે શાકભાજી...શહેરની ગૃહિણીઓ હાલ પોતાના ઘર પાસેની જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી વિવિધ શાકભાજી ઉગાડી બચત સાથે તંદુરસ્ત જીવનનો અનુભવ પણ કરી રહી છે. નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલા કિચન ગાર્ડન પ્રોજેક્ટ થકી હાલ મધ્યમ વર્ગની મહિલાઓ બચતની સાથોસાથ રોજગારી પણ મેળવી રહી છે...

    નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમગ્ર જિલ્લામાં કિચન ગાર્ડન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેમા ઘરના વાડા, છત કે પછી ઘરમાં છોડ વાવવા માટે વપરાતા કુંડાઓમાં કિચન ગાર્ડનનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે..જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો મહિલાઓને કિચન ગાર્ડનની સમજ આપી, ઘરમાં નાનાપાયે શાકભાજીઓ કેવી રીતે ઊગાડી શકાય તેનો ખ્યાલ આપે છે...

    હાલ સમગ્ર નવસારી જિલ્લામાં ત્રણ હજાર જેટલા ઘરોમા કિચન ગાર્ડન બનાવવા માટે યુનિવર્સિટી દ્વારા સર્વે કરાયો છે. જેમાં નવસારી શહેરમાં જમીન સુધારીને ચોમાસાથી શાકભાજીના છોડ વાવવાની શરૂઆત ગૃહિણીઓ દ્વારા કરાઈ છે. ટીંડોળા, કારેલા, પાપડી, ભીંડા, ટામેટાં, રીંગણ, ગુવારસીંગ, મરચા સહિત વિવિધ પ્રકારની ભાજીઓ કંઈ રીતે રોપી શકાય અને કેવી રીતે જતન કરાય તેની માહિતી આપીને ગૃહિણીઓને દિશા સુચનો કરવામાં આવી રહ્યા છે...

    કેમિકલયુક્ત શાકભાજી તંદુરસ્તી માટે હાનિકારક હોય છે એ સૌ જાણે છે, પરંતુ બજારમાં મળતા શાકભાજીઓ કેમિકલયુક્ત ન હોય તેની ગેરંટી શું...? ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ ગુહિણીઓ પોતાના ઘરઆંગણે સીઝન પ્રમાણેની શાકભાજી ઉગાડી ઘરખર્ચ ઘટાડી, તંદુરસ્ત રસોડું પરિવારજનોને પિરસી રહી છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply